Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : દારૂબંધી-નશાબંધી સુધારા વિધેયક મુદ્દે BJP-Congress ના આ નેતાઓ આમને-સામને!

નશાબંધી સુધારા વિધેયક મુદ્દે અમિત ચાવડાનું નિવેદન ગુજરાતમાં પીવાનું પાણી મળે ના મળે પણ દારૂ મળે: અમિત ચાવડા કોંગ્રેસ અંગ્રેજોની નીતિનાં આધાર ચાલે છે : ઋષિકેશ પટેલ Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનાં (Monsoon Session) બીજા દિવસે ભાજપ (BJP)...
gandhinagar   દારૂબંધી નશાબંધી સુધારા વિધેયક મુદ્દે bjp congress ના આ નેતાઓ આમને સામને
  1. નશાબંધી સુધારા વિધેયક મુદ્દે અમિત ચાવડાનું નિવેદન
  2. ગુજરાતમાં પીવાનું પાણી મળે ના મળે પણ દારૂ મળે: અમિત ચાવડા
  3. કોંગ્રેસ અંગ્રેજોની નીતિનાં આધાર ચાલે છે : ઋષિકેશ પટેલ

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનાં (Monsoon Session) બીજા દિવસે ભાજપ (BJP) અને કોંગ્રેસનાં (Congress) નેતાઓ આમને-સામને આવ્યા હતા. કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ રાજ્યમાં દારૂબંધીનાં કાયદા અને નશાબંધી સુધારા વિધેયકને (Narcotics Amendment Bill) લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે બીજી તરફ રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) પણ અમિત ચાવડાના શાબ્દિક પ્રહારનો સણસણતો જવાબ આપ્યો હતો.

Advertisement

ગુજરાતમાં પીવાનું પાણી મળે કે ના મળે પણ દારૂ જરૂર મળે છે : અમિત ચાવડા

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) દારૂબંધીના કાયદાને લઈ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં પીવાનું પાણી મળે કે ના મળે પણ દારૂ જરૂર મળે છે. હવે દક્ષિણ ગુજરાતમાંથી પણ ડ્રગ્સ પકડાય છે. અમિત ચાવડાએ આગળ કહ્યું કે, માદક પદાર્થોની લત અને નશાનાં કારણે રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અમિત ચાવડાના આ નિવેદન પણ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસનાં (Congress) સમયથી ચાલતી દારૂબંધીની નીતિનું ભાજપે પાલન કર્યું છે. ઝીરો ટોલરન્સ પર ગૃહ વિભાગ કામ કરે છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી આ ખાસ રજૂઆત!

અમિત ચાવડાના સરકાર પર ગંભીર આક્ષેપ

જણાવી દઈએ કે, ગૃહમાં શરૂઆતથી કોંગ્રેસ અને આપ (AAP) નેતાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યોએ બેનર્સ અને કાગળો બતાવી દેખાવો કર્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ગૃહમાંથી વોકઆઉટ કરનારા કોંગ્રેસનાં ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ બની ગયું છે. ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે અને દારૂબંધીની ચર્ચા ગૃહમાં ના થાય, નશાબંધી સુધારા વિધેયક (Narcotics Amendment Bill) પર ચર્ચા ના થાય તે અંગે સુનિયોજિત પ્લાન સાથે ભાજપ સરકારે ચર્ચામાંથી બાકાત કરવા કોંગ્રેસનાં નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : લ્યો બોલો... 'ઘોર બેદરકારી' તો વિધાનસભા પહોંચી! હવે તો VIP લોકો પણ સુરક્ષિત નથી!

કોંગ્રેસ અંગ્રેજોની નીતિનાં આધાર ચાલે છે : ઋષિકેશ પટેલ

બીજી તરફ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel,) કહ્યું કે, અમિત ચાવડાએ જે પ્રશ્નો ઊભા કર્યા તેમાં જોગવાઈ છે. પ્રશ્નોતરી પૂર્ણ થાય પછી 'પોઇન્ટ ઓફ ઓર્ડર' લઈ શકાય. જો તેમણે પ્રશ્નોતરીમાં ભાગ લીધો હોત તો ચોક્કસ ચર્ચા થઈ હોત. પરંતુ, વિપક્ષે વિધાનસભામાં (Gujarat Legislative Assembly) માત્ર અવ્યવસ્થા ઊભી કરી. ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, દાહોદ મુદ્દે હાલ ત્રણ લોકો પર FIR દાખલ થઈ છે અને પોલીસ તપાસ પણ ચાલુ છે. મહેસૂલી રાહે પણ તપાસ ચાલે છે. રાજ્યમાં આજ-દિવસ સુધી ભ્રષ્ટાચાર માત્ર શબ્દોમાં થયો છે. કોંગ્રેસ અંગ્રેજોની નીતિનાં આધાર ચાલે છે. કોંગ્રેસ જ્યારે જવાબ માંગે ત્યારે સરકાર જવાબ આપે છે. પ્રશ્નો પૂછવા માટે વિધાનસભાનો (Gandhinagar) મંચ છે. પ્લે કાર્ડ બતાવી દરેક મુદ્દે રાજનીતિ કરવી અયોગ્ય છે. કોંગ્રેસનાં આક્ષેપો પાયા-વિહોણા હોય છે.

આ પણ વાંચો - Gujarat Assembly-વ્યાજખોરો સામે સરકારની લાલ આંખ

Tags :
Advertisement

.