Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : અક્ષરધામમાં શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી પંચધાતુની ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે

Gandhinagar માં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે દીપોત્સવનું આયોજન 10 હજાર દીવડાઓ સાથે દીપોત્સવની ઉજવણી કરાશે અક્ષરધામનાં પરિસરમાં ઊમેરાયું છે નવું દર્શનીય સોપાન 49 ફૂટ ઊંચી શ્રી નીલકંઠવર્ણીની પંચધાતુની ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે દિવાળી (Diwali 2024) એટલે અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ...
gandhinagar   અક્ષરધામમાં શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી પંચધાતુની ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે
  1. Gandhinagar માં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે દીપોત્સવનું આયોજન
  2. 10 હજાર દીવડાઓ સાથે દીપોત્સવની ઉજવણી કરાશે
  3. અક્ષરધામનાં પરિસરમાં ઊમેરાયું છે નવું દર્શનીય સોપાન
  4. 49 ફૂટ ઊંચી શ્રી નીલકંઠવર્ણીની પંચધાતુની ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે

દિવાળી (Diwali 2024) એટલે અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ. દિવાળીનાં તહેવાર નિમિત્તે ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 10 હજાર દીવડાઓ પ્રગટાવી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ દિવાળી પર્વે દર્શનાર્થીઓ ગુરૂવાર, 31 ઓક્ટોબરથી શુક્રવાર, 8 નવેમ્બર 2024 સુધી દરરોજ સાંજે 6 થી 7.45 દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમ જ ગ્લો ગાર્ડનથી આલોકિત અક્ષરધામ દર્શનનો (Akshardham) આસ્વાદ માણી શકશે.

Advertisement

આ પણ વાંચો - લાખો દીવા સાથે ભગવાન રામની Ayodhya આ રીતે દેખાઈ, જુઓ આ અદ્ભુત Video

Advertisement

શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે

જણાવી દઈએ કે, ગાંધીનગર (Gandhinagar) ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે છેલ્લા 32 વર્ષથી દિવાળી નિમિત્તે દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભવ્ય દીપોત્સવનું (Deepotsav) આયોજન કરાયું છે. માહિતી મુજબ, સોમવારે (4-11-2024) ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામનાં તમામ આકર્ષણો ખુલ્લા રહેશે. આ સાથે મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામનાં પરિસરમાં એક નવું દર્શનીય સોપાન ઉમેરાઈ રહ્યું છે. એ છે શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના. ભગવાન સ્વામિનારાયણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને માનસરોવરથી લઈને કન્યાકુમારી સુધી અને આસામથી લઈને ગુજરાત સુધીની પદયાત્રા-તીર્થયાત્રા કરી હતી. 12,000 કિલોમીટર અને 7 વર્ષની તેઓની આ પદયાત્રા દરમિયાન તેઓ શ્રી નીલકંઠવર્ણી (Shri Neelkanth Varni) તરીકે સૌના આદરણીય બન્યા હતા. ભગવાન સ્વામિનારાયણે શ્રી નીલકંઠવર્ણી તરીકે માનસરોવરમાં તેમ જ નેપાળનાં હિમાલયમાં મુક્તિનાથ તીર્થમાં એક પગે ઊભા રહીને લોકકલ્યાણ માટે તપસ્યા કરી હતી. એમની એ તપોમુદ્રાની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય લાખો ભક્તો 200 વર્ષોથી આજે પણ નિત્ય સવારે પ્રાતઃ પૂજામાં એક પગે ઊભા રહીને બે હાથ ઊંચા કરીને નામજપ કરે છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : દેશનું એક માત્ર હનુમાન મંદિર, જ્યાં રાત્રે થાય છે આરતી

સુંદર નીલકંઠવાટિકાનું નિર્માણ પણ કરાયું

એટલે જ, ભગવાન શ્રી સ્વામિનારાયણની (Lord Swaminarayan) એ તપોમૂર્તિને અંજલિ અર્પવા માટે અને આવનારી અનેક પેઢીઓને તપ, જપ તથા સંયમની પ્રેરણા આપવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં ભગવાન સ્વામિનારાયણનાં કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણીની તપોમૂર્તિની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે. તારીખ. 11 નવેમ્બર 2024 ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં આધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કરકમલો દ્વારા વૈદિક યજ્ઞવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી રહેલું પંચધાતુની આ ભવ્ય મૂર્તિનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર 49 વર્ષ બિરાજમાન રહ્યા હતા. તેની સ્મૃતિમાં આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ રાખવામાં આવી છે. અક્ષરધામ (Akshardham) પરિસરમાં જ્યાં શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિ બિરાજમાન થઈ છે ત્યાં મનને શાંતિ અને પવિત્ર પ્રેરણાઓથી ભરી દે તેવી સુંદર નીલકંઠવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દીપાવલી (Diwali 2024) પર્વે અક્ષરધામ પરિસરમાં હજારો દીવડા પ્રગટશે અને તેનો સુંદર નજારો માણવા હજારો લોકો ઊમટશે ત્યારે સાથે-સાથે નીલકંઠવર્ણીની આ ભવ્ય મૂર્તિ અને શ્રી નીલકંઠવાટિકાના સુંદર દૃશ્યને પણ ભક્તો માણી શકશે.

આ પણ વાંચો - Kali Chaudas : નરક ચતુર્દશિ-તંત્ર સાધનાનું પર્વ

Tags :
Advertisement

.