ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : ગૃહમાં સરકારે કહ્યું- 17,502 ને ઇ-મેમો અપાયા, કંડલા પોર્ટ પરથી 205 કિલો હેરોઈન ઝડપાયું

Gandhinagar : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરમાં ઇ-મેમો આપવા અંગે અને ભારત-પાકિસ્તાનની કચ્છની (Kutch) બોર્ડર પરથી ગુજરાત પોલીસ અને ATS એ પકડેલા ડ્રગ્સ અંગે સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે સરકાર તરફથી માહિતી...
03:57 PM Feb 14, 2024 IST | Vipul Sen

Gandhinagar : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરમાં ઇ-મેમો આપવા અંગે અને ભારત-પાકિસ્તાનની કચ્છની (Kutch) બોર્ડર પરથી ગુજરાત પોલીસ અને ATS એ પકડેલા ડ્રગ્સ અંગે સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે સરકાર તરફથી માહિતી આપવામાં આવી કે અમદાવાદમાં 17,502 લોકોને ઇ-મેમો આપવામાં આવ્યા છે. જ્યારે કંડલા પોર્ટ પર 205 કિલોથી વધુનું હેરોઈન ઝડપાયું હતું.

MLA ઇમરાન ખેડાવાળા

કોંગ્રેસ (Congress) પાર્ટીના નેતા અને એમએલએ ઇમરાન ખેડાવાળાએ (Imran Khedawala) વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન સરકારને પૂછ્યું કે છેલ્લા એક વર્ષમાં કેટલા લોકોને ઇ-મેમો આપવામાં આવ્યા છે. ત્યારે સરકારે જવાબ આપતા જણાવ્યું કે, વર્ષ દરમિયાન 17,502 લોકોને ઇ-મેમો આપવામાં આવ્યા છે. વર્ષ 2022માં અમદાવાદ શહેરમાં રૂ. 25.52 કરોડનો દંડ વસૂલાયો હતો. જ્યારે વર્ષ 2023 માં રૂ. 3.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સરકાર જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં વર્ષ 2022 માં કુલ 4.58 કરોડ રૂપિયા અને વર્ષ 2023માં કુલ 31.33 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે શહેરમાં જાહેર માર્ગો પર મોટા ભાગના સીસીવીટી કેમેરા બંધ છે ત્યારે અન્ય રાજ્યોમાંથી આવતી ગાડીઓને પોલીસ ઘેરી લે છે, જેના કારણે રાજ્યની શાખ ખરડાય છે.

38 પાકિસ્તાની, 5 ઈરાની, 3 અફઘાનિઓની ધરપકડ

વિધાનસભામાં (Gandhinagar) પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન સરકારે રાજ્યમાં ડ્રગ્સ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દરિયાઈ ઓપરેશન હેઠળ એટીએસની ટીમે ભારત-પાક. બોર્ડર પરથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપ્યું છે. એટીએસએ કંડલા પોર્ટ પર 205 કિલોથી વધુનું હેરોઈન ઝડપ્યું છે. બાતમીના આધારે દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી પોલીસને 858 કિલોની માદક પદાર્થની માત્રાનો રૂ. 4478 કરોડનો જથ્થો પકડવામાં સફળતા મળી છે.

ગૃહરાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, 38 પાકિસ્તાની, 5 ઈરાની, 3 અફઘાનિઓને પકડી જેલના હવાલે કરાયા છે. જ્યારે છેલ્લા 2 મહિનામાં 4 લોકોને પકડીને આજીવન જેલમાં ધકેલાયા છે. ઉપરાંત, ATS એ 450 કરોડની કિંમતનું 90 કિલો હેરોઈન પણ ઝડપ્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 3 મહિનામાં 2 બેઠક યોજી કેંદ્રીયમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને DGP સાથે આ મામલે માહિતી મેળવી છે. અમિત શાહ સેક્ટર વાઈસ કામગીરીનું નિરીક્ષણ કરે છે.

 

આ પણ વાંચો - Junagadh : જૂનાગઢમાં જીવના જોખમે સ્ટંટ, ચાલુ કાર પર ચડીને યુવાને બનાવ્યો વીડિયો

Tags :
AhmedabadAssembly QuestionATSBJPCongressdrugse-memoGandhinagarGujarat PoliceHeroinIndia-Pak BorderKandla PortKutchlegislative assemblyMinister of State for Home Harsh SanghviMLA Imran Khedawala
Next Article