Khyati Hospital નાં ફ્રી મેડિકલ કેમ્પમાં મોટું કારસ્તાન! 65 વર્ષીય શખ્સે કહ્યું કે, મને આંખમાં તકલીફ હતી અને..!
- ખ્યાતિ હોસ્પિટલે યોજેલા ફ્રી મેડિકલ કેમ્પમાં મોટું કારસ્તાન! (Khyati Hospital)
- કડીનાં બોરીસણા મેડિકલ કેમ્પને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ
- ખ્યાતી હોસ્પિટલનાં CEO નો લૂલો બચાવ
મેડિકલ માફિયાઓની નજરમાં તમારું દર્દ નહીં પણ માત્ર પૈસા હોય તેવા અનેક કિસ્સા આપણી સમક્ષ અગાઉ આવી ચૂક્યા છે. ત્યારે હવે અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં પણ રૂપિયા કમાવવાની લ્હાયમાં ગંભીર બેદરકારી દાખવી હોવાની ગંભીર ઘટના બની છે. મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામનાં બે દર્દીઓનાં ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
કેટલીક ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ!
દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો મોંઘી હોસ્પિટલમાં સસ્તી અને ફ્રીમાં સારવાર લઈ શકે તે માટે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ (Ayushman Card) યોજના ચલાવવામાં આવી રહી છે. પરંતુ, કેટલીક હોસ્પિટલોએ આ યોજનાને પોતાની કમાણીનો આધાર બનાવી દીધો છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ દર્દીને તકલીફ ના હોવા છતાં પણ ઓપરેશન કરીને ખોટી રીતે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી રૂપિયા ખંખેરવાનો વેપલો શરૂ દીધો છે. દરમિયાન, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) સામે પણ આ પ્રકારનાં કૌભાંડનો ગંભીર આરોપ થયો છે.
આ પણ વાંચો - કીડા-મકોડા જેવી પ્રજાને મરવા માટે મુકી આરોગ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
આંખો બતાવવા ગયેલા દર્દીનો કાર્ડિયોગ્રામ કાઢી દવા આપી!
મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકાનાં બોરીસણા (Borisana) ગ્રામજનોનાં આક્ષેપ મુજબ, ખ્યાતિ હોસ્પિટલે ફ્રી મેડિકલ કેમ્પ યોજી મોટું કારસ્તાન આચર્યું હતું. આ કેમ્પમાં આંખો બતાવવા ગયેલા દર્દીનો કાર્ડિયોગ્રામ કાઢીને દવા આપવામાં આવી હતી. બોરીસણામાં ગામમાં દુકાન ધરાવનાર 65 વર્ષીય શકરાભાઈએ જણાવ્યું કે, મને આંખની તકલીફ હોવાથી બતાવવા ગયો હતો, ત્યારે મારો કાર્ડિયોગ્રામ કાઢી નાખ્યો. જો કે, મા કાર્ડ મારી પાસે નથી એવું કહેતા હું અમદાવાદ ના ગયો અને હું બચી ગયો.
ખ્યાતિ હોસ્પિટલનાં CEO નો લૂલો બચાવ
બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ વિવાદ મામલે CEO દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના સંચાલક ચિરાગ રાજપૂતે (Chirag Rajput) કહ્યું કે, 20 લોકો સ્વેચ્છા એ સારવાર લેવા આવ્યા હતા. જો કે, અન્ય દર્દીઓની તબિયત સારી છે. ચિરાગ રાજપૂતે કહ્યું કે, પોલીસ તપાસમાં અમે સહયોગ આપીશું.
આ પણ વાંચો - khyati Hospital કાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા...