Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

France Riots: France louvre museum માં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન જારી

France Riots: હાલમાં, France માં ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન જારી કરવામાં આવ્યું છે. તેના કારણે France માં વિવિધ અસામાજીક ઘટનાઓનું નિર્માણ થઈ રહ્યું છે. તેથી France સરકારે દરેક ખૂણે-ખૂણે સરકારી સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દીધી છે. ત્યારે France માં...
france riots  france louvre museum માં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન જારી

France Riots: હાલમાં, France માં ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન જારી કરવામાં આવ્યું છે. તેના કારણે France માં વિવિધ અસામાજીક ઘટનાઓનું નિર્માણ થઈ રહ્યું છે. તેથી France સરકારે દરેક ખૂણે-ખૂણે સરકારી સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દીધી છે. ત્યારે France માં ખેડૂતોના વિરોધ વચ્ચે france louvre museum માં એક વિચિત્ર ઘટના બની છે. અહીં બે પર્યાવરણ કાર્યકર્તાઓએ વિશ્વ પ્રસિદ્ધ Monalisa ની Painting પર સૂપ ફેંક્યો હતો.

Advertisement

  • Monalisa ની Painting પર ક્યારેક એસિડ તો ક્યારેક કેક ફેંકવામાં આવી
  • Monalisa ની Painting 1911 માં ચોરાઈ ગઈ હતી
  • Painting ને બુલેટપ્રૂફ ગ્લાસમાં સુરક્ષિત કેદ કરવામાં આવી

જો કે આ અમૂલ્ય તસ્વીરને france louvre museum માં એક બુલેટપ્રૂફ ગ્લાસમાં સુરક્ષિત રીતે કેદ કરવામાં આવી છે. તેના કારણે Monalisa ની Painting ને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

Advertisement

ત્યારે આ વિરોધીઓએ કૃષિ પ્રણાલીમાં પરિવર્તનની જરૂરિયાત અને તંદુરસ્ત, ટકાઉ ખોરાકના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. જો કે ઘટના બાદ france louvre museum માં તૈનાત સુરક્ષાકર્મીઓએ Painting ને કાળા પડદાથી ઢાંકીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટના પેરિસમાં સતત વધતા ઇંધણના ભાવ અને નિયમોના સરળીકરણની માંગ સાથે ખેડૂતોના વિરોધ વચ્ચે બની હતી.

Monalisa ની Painting પર ક્યારેક એસિડ તો ક્યારેક કેક ફેંકવામાં આવી

Monalisa ની Painting ને 1950 ના દાયકાની શરૂઆતથી બુલેટપ્રૂફ ગ્લાસમાં સુરક્ષિત રીતે કેદ કરવામાં આવી છે. એકવાર એક વ્યક્તિએ પેઇન્ટિંગ પર એસિડ ફેંક્યું, જેના કારણે પેઇન્ટિંગને નુકસાન થયું. આ પછી, પેઇન્ટિંગને વધુ સાચવવા માટે બુલેટપ્રૂફ ગ્લાસમાં સ્થાપિત કરવામાં આવી હતી. પેઇન્ટિંગ પર સૂપ ફેંકવાની ઘટના કોઈ અલગ ઘટના નથી, કારણ કે 2022 માં એક કાર્યકર્તાએ મોના લિસા પર કેક ફેંકીને લોકોને "પૃથ્વી વિશે વિચારો" કરવાની અપીલ કરી હતી.

Advertisement

Monalisa ની Painting 1911 માં ચોરાઈ ગઈ હતી

ઐતિહાસિક ઘટનાઓમાં તે સમયે મ્યુઝિયમના કર્મચારી વિન્સેન્ઝો પેરુગિયા દ્વારા 1911 માં louvre museum માંથી ચિત્રોની ચોરીનો સમાવેશ થાય છે. આ પેઈન્ટિંગ 1913 માં Italy ના એક માર્કેટમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે Painting મળી આવ્યો હતી. આ ચોરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી દીધી હતી અને Monalisa ના ઇતિહાસમાં તે એક મહત્વપૂર્ણ ઘટના બની રહી છે.

આ પણ વાંચો: UP : બરેલીમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો જીવતા સળગ્યા, રૂમ બહારથી હતો બંધ…

Tags :
Advertisement

.