Ahmedabad: પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી હોસ્પિટલમાં દાખલ, આરોગ્યમંત્રી ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા
- ગરમી ના કારણે પી ચિદમ્બરમ ની તબિયત લથડી
- પી ચિદમ્બરમને હોટલમાં લઈ જવામાં આવ્યા
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરની તબીયત લથડતા તેઓને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમનાં ખબર અંતર પૂછવા આરોગ્યમંત્રી ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા.પી ચિદમ્બરમ ના સ્વાસ્થ્ય અંગે રાજ્યના આરોગ્યમંત્રીએ પૂછપરછ કરી.મુખ્યમંત્રી ની સૂચના થી રાજ્યના આરોગ્ય મંત્રી પી ચિદમ્બરમની ખબર અંતર પૂછવા ગયા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઝાયડ્સ હોસ્પિટલમાં પહોચ્યા
કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ ની ખબર અંતર પૂછવા આરોગ્યમંત્રી ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા
કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડતા ઝાયડ્સ હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.
પી ચિદમ્બરમ ના સ્વાસ્થ્ય અંગે રાજ્યના આરોગ્યમંત્રીએ પૂછપરછ કરી.… pic.twitter.com/cHALSseCy5— Gujarat First (@GujaratFirst) April 8, 2025
ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. અમદાવાદમાં આજે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. ચાર કલાક ચાલેલી બેઠકમાં સરદાર પટેલ પર પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેમજ સાંજે ગાંધીઆશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થનાસભા દરમ્યાન અચાનક પૂર્વ કેન્દ્રીય મંત્રીની તબીયત લથડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
CWCમાં રાહુલ ગાંધીનો OBC રાગ
CWCની બેઠકમાં રાહુલે OBC અંગે કરી મોટી વાત
OBC આપણાંથી દૂર થઈ ગયાઃસૂત્ર@RahulGandhi @INCGujarat @INCIndia #ST #SC #OBC #Congress #WorkingCommitteeMeeting #CWCMeeting #RahulGandhi #PoliticalNews #GujaratFirst pic.twitter.com/cTkFX9nWMH— Gujarat First (@GujaratFirst) April 8, 2025
જે બાદ સાંજે 6.30 કલાકે સાબરમતી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. ત્યારે ચાલુ પ્રાર્થના સભા દરમ્યાન અચાનક પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની તબીયત લથડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પી. ચિદમ્બરમને તાત્કાલીક એમ્બ્યુલન્સ મારફત ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પી. ચિદમ્બરને ડિહાઈડ્રેશન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેમજ પ્રાર્થના સભા પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આશ્રમેથી હોસ્પિટલ પહોંચ્યા હતા.
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય યશોમતિ ઠાકુરનું નિવેદન
"મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર આવવાનો અવસર મળ્યો"
"આ બંને નેતાની તાકાત પર કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે"
"આજની બેઠકમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ"@AdvYashomatiINC #Gujarat #Ahmedabad #YashomatiThakur… pic.twitter.com/D3Y5PsVHXe— Gujarat First (@GujaratFirst) April 8, 2025
અમદાવાદનાં (Ahmedabad) સાબરમતી તટ નજીક આવેલા સરદાર સ્મારક ખાતે આજે કોંગ્રેસની CWC ની બેઠક (Congress' CWC Meeting) મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત કરવા, આવનાર ચૂંટણીઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠકમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વંચિતોની લડાઈ લડવાની વાત કહી હોવાની માહિતી સામે આવી છે. બેઠકમાં રાહુલ ગાંધી OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ Gun Licence Scam : 108 આરોપીઓ સામે થશે કાર્યવાહી, હથિયાર પરવાના કૌભાંડ આચરતી ટોળકી ઝડપાઈ
OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા રાહુલ ગાંધી : સૂત્ર
અમદાવાદમાં (Ahmedabad) આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક મળી હતી, જે લગભગ 4 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Kharge), સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ હાજર રહયા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, બેઠકમાં રાહુલ ગાંધીએ વંચિતો માટે લડાઈ લડવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, OBC આપણાંથી દૂર થઈ ગયા. આપણે દલિત, બ્રાહ્મણ, મુસ્લિમમાં અટવાયેલા રહ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ SC, ST, OBC સમાજનાં હિત માટે લડે તે જરૂરી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઝાયડ્સ હોસ્પિટલમાં પહોચ્યા
કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ ની ખબર અંતર પૂછવા આરોગ્યમંત્રી ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા
કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડતા ઝાયડ્સ હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.
પી ચિદમ્બરમ ના સ્વાસ્થ્ય અંગે રાજ્યના આરોગ્યમંત્રીએ પૂછપરછ કરી.… pic.twitter.com/IxQVS86xK0— Gujarat First (@GujaratFirst) April 8, 2025
આ પણ વાંચોઃ Ahmedabad : CWC ની બેઠકમાં રાહુલ ગાંધીએ OBC અંગે કરી મોટી વાત, જાણો શું કહ્યું ?
'કોંગ્રેસ SC, ST, OBC સમાજના હિત માટે લડે એ જરૂરી'
પ્રાપ્ત અહેવાલ અનુસાર, કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનમાં (Congress National Convention) રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા. દરમિયાન, રાહુલ ગાંધી OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ગરીબોની પાર્ટી છે. સવર્ણ વર્ગના ગરીબોના હકો માટે પણ લડવું જરૂરી છે. જણાવી દઈએ કે, CWC ની બેઠક બાદ તમામ સભ્યોને PATEL A LIFE બુક આપવામાં આવી હતી. ત્યાર બાદ ગાંધી આશ્રમ (Gandhi Ashram) ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા યોજાઈ હતી. આવતીકાલે કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 1,700 થી વધુ કોંગ્રેસ સમિતિનાં પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ પણ વાંચોઃ Rajkot: મહાનગરપાલિકા દ્વારા પાંચ વોર્ડમાં મુકાયો પાણી કાપ, જાણો કેમ?