Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : Gujarat First સાથેની ખાસ વાતચીતમાં પરબત પટેલે કહ્યું- માવજીભાઈ ન હોત તો અમે..!

પેટાચૂંટણીમાં (Vav By-Election) ત્રિપાંખયિા જંગની પળેપળની અપડેટ દર્શકો સુધી પહોંચાડવા ગુજરાત ફર્સ્ટની ટીમ ખડેપગે છે.
banaskantha   gujarat first સાથેની ખાસ વાતચીતમાં પરબત પટેલે કહ્યું  માવજીભાઈ ન હોત તો અમે
  1. વાવથી ગુજરાત ફર્સ્ટનું ચૂંટણીલક્ષી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ (Banaskantha)
  2. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં બોલ્યા પરબત પટેલ
  3. માવજીભાઈ ન હોત તો અમે સડસડાટ નીકળી જાતઃ પરબત પટેલ
  4. લોકનિકેતન ખાતે કોંગ્રેસનો મેઘવંશી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ

બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. 'વાવમાં વટની લડાઈ' માં ગુજરાત ફર્સ્ટે પૂર્વ સાંસદ પરબત પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે, માવજીભાઈ ન હોત તો અમે સડસડાટ નીકળી જાત. બીજી તરફ વાવમાં કોંગ્રેસે (Congress) મેઘવંશી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : જામ સાહેબની તબિયત નાદુરસ્ત, શુભચિંતકોને પાઠવ્યો આ ખાસ સંદે

BJP નેતા પરબત પટેલ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. તમામ ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પણ વાવથી ચૂંટણીલક્ષી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહી છે. પેટાચૂંટણીમાં (Vav By-Election) ત્રિપાંખયિા જંગની પળેપળની અપડેટ દર્શકો સુધી પહોંચાડવા ગુજરાત ફર્સ્ટની ટીમ ખડેપગે છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટે ભાજપ (BJP) નેતા અને પૂર્વ સાંસદ પરબત પટેલ (Parbatbhai Patel) સાથે ખાસ વાતચીત કરી હતી. પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, માવજીભાઈને અમારા ભાજપનાં વોટ મળશે. માવજીભાઈ ન હોત તો અમે સડસડાટ નીકળી જાત. હવે અમારે વાવમાં થોડુંક લડવું પડશે. આ સીટથી અમને ફરક નથી પડતો પણ મતદારોને નુકસાન થઈ છે. તેમણે આગળ કહ્યું કે, ઓશિયાળા ન થવું પડે એટલે મતદારો જીતાડશે.

Advertisement

વાવ પેટાચૂંટણીને લઈ ભાજપનો પ્રચંડ પ્રચાર

વાવ પેટાચૂંટણીને લઈ ભાજપનો (BJP) પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (CR Patil) જુદા-જુદા સ્થળે ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત રહેવાના છે. સાથે જ તેઓ ભાજપનાં કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજશે. આ બેઠકમાં જિલ્લા મંત્રી, મહામંત્રી અને તાલુકા પ્રભારી હાજર રહેશે. તમામ અગ્રણી નેતાઓ સાથે બેઠક અને પ્રચાર કરશે.

Advertisement

આ પણ વાંચો - Surat : મોલની ડિઝાઈન, ઇમરજન્સી એક્ઝિટ અંગે ચોંકાવનારા ખુલાસા! તંત્રની કાર્યવાહી સામે પણ સવાલ

કોંગ્રેસનું મેઘવંશી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ

બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો વાવમાં લોકનિકેતન (Lokniketan) ખાતે મેઘવંશી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) આગેવાનીમાં જાહેરસભા યોજાશે, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik), જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) સહિતનાં નેતાઓ હાજર રહેશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેઘવંશી સમાજ સહિત અન્ય સમાજનાં લોકો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો - Ahmedabad : ગેલેરીમાંથી પડતું મૂકી પરિણીતાએ આપઘાત કર્યો, કારણ ચોંકાવનારું!

Tags :
Advertisement

.