ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દરિયો ન ખેડવા માછીમારોને સૂચના

Gujarat: ગુજરાતમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે (Gujarat) રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે...
07:59 AM Jun 30, 2024 IST | VIMAL PRAJAPATI
Heavy Rain in Gujarat

Gujarat: ગુજરાતમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે (Gujarat) રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે આજે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા થશે વરસાદ

ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગર, ખેડા, અમદાવાદ (Ahmedabad) અને આણંદમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે 1 જુલાઇએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે. જુલાઈ મહિનાની વાત કરવામાં આવે તો, 2 જુલાઇના રોજ નવસારી, વલસાડ અને દમણમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. જો કે, કેટલાક વિસ્તારો હજી પણ કોરા જ રહ્યા છે.

માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

ખાસ કરીને વાત કરવામાં આવે તો, દરિયા કિનારે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અને સૂચના આપી દેવામાં આવી છે. જેથી કોઈ જાનમાલનું નુકસાન ના થાય. આ સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની વાત કરવામાં આવે તો અહીં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં અત્યાર સુધી ધીમી ધારે જ વરસાદ આવ્યો છે. જો કે, આજની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઓછે વરસાદ થતા અત્યારે શહેરમાં બફારાનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે, છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં સારો વરસાદ નોંધાયો છે પરંતુ અમદાવાદમાં હજી વધારે વરસાદની જરૂર છે.

આ પણ વાંચો: Bharuch : ધોધમાર વરસાદ થતા આમોદ પંથકમાં જળબંબાકાર! પ્રિ-મોન્સૂન કામગીરી પોલ ખુલી

આ પણ વાંચો: Gondal : અજાણ્યા કારચાલકે અડફેટે લેતા બાઇકસવાર 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત

આ પણ વાંચો: Transfer : નાણા વિભાગ હસ્તકના 11 કમિશનરની બદલી, અમરેલીમાં 85 નાયબ મામલતદારોની બદલી

Tags :
Gujarat FirstGujarat NewsLocal Gujarati Newslocal newsrain newsRAIN UPDATEuniversal rain
Next Article