Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું આવું, આ બોલરે 4 ઓવરમાં 0 રન આપી 3 વિકેટ ઝડપી

Lockie Ferguson Record : T20 World Cup 2024 હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહો છો. ચાલુ ટૂર્નામેન્ટની ગ્રુપ સ્ટેજની મેચ આજે મંગળવારે (18 June) ખતમ થવાની છે. દરમિયાન સોમવારે ન્યુઝીલેન્ડની મેચ PNG (પાપુઆ ન્યુ ગિની) સાથે રમાઈ રહી હતી....
09:25 AM Jun 18, 2024 IST | Hardik Shah
Lockie Ferguson Record

Lockie Ferguson Record : T20 World Cup 2024 હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહો છો. ચાલુ ટૂર્નામેન્ટની ગ્રુપ સ્ટેજની મેચ આજે મંગળવારે (18 June) ખતમ થવાની છે. દરમિયાન સોમવારે ન્યુઝીલેન્ડની મેચ PNG (પાપુઆ ન્યુ ગિની) સાથે રમાઈ રહી હતી. આ મેચમાં ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને ઈકોનોમિ રીતે બોલિંગ કરીને પોતાનું નામ સુવર્ણ પાનામાં નોંધાવ્યું હતું. તેણે આ મેચમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. લોકી આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો એકમાત્ર બોલર બની ગયો છે. T20 ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બોલર આવું પ્રદર્શન કરી શક્યો નથી, જે આ ન્યૂઝીલેન્ડના બોલરે હાંસલ કર્યો છે. લોકી ફર્ગ્યુસને કયો ઈતિહાસ રચ્યો છે તે વિગતવાર સમજીએ.

4 ઓવર, 0 રન, 3 વિકેટ

T20 World Cup ભલે ન્યૂઝીલેન્ડ ટીમ માટે ખરાબ રહી હોય પણ ટીમના એક ખેલાડીએ એવો ચમત્કાર કરી બતાવ્યો છે અને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવો લગભગ અસંભવ જેવું બની ગયું છે. જણાવી દઇએ કે, મંગળવારે ન્યૂઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમના લગભગ તમામ બોલરો શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કિવી બોલર લોકી ફર્ગ્યુસને શાનદાર બોલિંગ કરી હતી અને તેણે પાપુઆ ન્યૂ ગિની સામે 4 ઓવર ફેંકી હતી અને આ દરમિયાન તેણે તમામ 4 ઓવર મેડન્સ ફેંકી હતી. લોકી ફર્ગ્યુસન આવું કરનાર વિશ્વનો બીજો બોલર બની ગયો છે. લોકીએ આ દરમિયાન 3 વિકેટ ઝડપી હતી. આ એક મોટો રેકોર્ડ છે. લોકી ફર્ગ્યુસને 24 બોલમાં 24 ડોટ્સ ફેંક્યા હતા. વર્લ્ડ કપમાં આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.

આ પહેલા આ રેકોર્ડ આ ખેલાડીના નામે હતો

લોકી ફર્ગ્યુસન પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બોલર ટિમ સાઉથીના નામે હતો. ટિમ સાઉથીએ આ વર્લ્ડ કપમાં યુગાન્ડા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. યુગાન્ડા સામે ટિમ સાઉથીએ 4 ઓવરમાં 4 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. T20 વર્લ્ડ કપની એ જ આવૃત્તિમાં, યુગાન્ડાના ખેલાડી ફ્રેન્ક નસુબુગાએ PNG સામે 4 ઓવરના સ્પેલમાં 4 રન આપીને 2 વિકેટ લીધી હતી. તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર વિશ્વનો ત્રીજો ખેલાડી છે.

કિવી બોલરોનો કહેર

પાપુઆ ન્યુ ગિની સામે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કિવી બોલરો તેમના નિર્ણય પર ખરા ઉતર્યા. આ મેચમાં તેમણે પાપુઆ ન્યુ ગિનીને 19.4 ઓવરમાં 78 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. આ દરમિયાન લોકી ફર્ગ્યુસન સિવાય ટ્રેન્ટ બોલ્ડ, ટિમ સાઉથી અને ઈશ સોઢીએ બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય મિશેલ સેન્ટનરે એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - NICHOLAS POORAN એ T20 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ, એક જ ઓવરમાં ફટકાર્યા 36 રન

આ પણ વાંચો - T20 WC 2026: આ ટીમો થઇ ક્વોલિફાય, આ દેશોને મળી એન્ટ્રી

Tags :
4 Maiden Over in T20Ibest bowling figure in hstoryBowled four maiden overs inT20IGujarat FirstHardik Shahjunaid khan bowling in psllockie fergusonlockie ferguson 4 maidens in t20 world cup 2024lockie ferguson bowlinglockie ferguson gives 0 runs in 4 overslockie ferguson makes a world recordlockies ferguson 4 maiden overs in t20iNew ZealandNew Zealand beat Papua New Guinea by 7 wicketsNew Zealand vs Papua New Guinea Highlights T20 World 2024NZ vs PNGPNGSaad Bin Zafar CanadaT20-World-Cup-2024worst bowler in cricket history
Next Article