ફ્લોરિડામાં ભારે વરસાદ સાથે પૂરનો કહેર, T20 World Cup થશે રદ્દ?
T20 World Cup : દુનિયાભરના લોકો આજે T20 World Cup 2024 ની મજા માણી રહ્યા છે પણ શું તમને ખબર છે કે, આ મોટી ટૂર્નામેન્ટ પર એક મોટું સંકટ આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જીહા, તાજેતરમાં T20 World Cup 2024 અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ (America and West Indies) માં રમાઈ રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકાના ફ્લોરિડા (Florida) માં ભારે તોફાન (heavy storm) સાથે વરસાદ (Rain) પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણીનું પૂર દેખાઈ રહ્યું છે. આ સમાચાર સામે આવતા લોકોના મનમાં એવા સવાલો થવા લાગ્યા છે કે શું આ પૂરની સ્થિતિ (flood situation)ના કારણે T20 World Cup 2024 રદ્દ તો નહીં થાય?
flood in florida
T20 World Cup 2024 રદ્દ થવાની સંભાવના ખરી?
ફ્લોરિડામાં પૂરની સ્થિતિ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે T20 World Cup 2024 રદ્દ તો થવાની સંભાવનાઓ નહીંવત છે પણ અહીં જોવા મળી રહેલી ખરાબ સ્થિતિના કારણે પાકિસ્તાનની ટીમને મોટું નુકસાન થઇ શકે છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનની ટીમને તેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેની સુપર 8માં પહોંચવાની આશા ઘણી ઓછી થઈ ગઈ હતી. જો કે પાકિસ્તાનને આશા હતી પરંતુ તેણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડ્યું. હવે બીજી ટીમો પર નિર્ભર રહેવાની વાત પાકિસ્તાન માટે ભૂતકાળ બની ગઈ છે. પાકિસ્તાને તેની છેલ્લી મેચ આયર્લેન્ડ સામે રમવાની છે. અમેરિકન ટીમને આયર્લેન્ડ સામે પણ મેચ રમવાની છે. આ બંને મેચ અમેરિકાના લોડરહિલમાં રમાવવાની છે. જ્યાં હવામાન પાકિસ્તાન માટે આફત બની ગયું છે. પાકિસ્તાનના ચાહકો પ્રાર્થના કરતા હશે કે તેમની મેચ આયર્લેન્ડ સામે રમાય. હવામાન અહેવાલ અનુસાર, પાકિસ્તાન-આયર્લેન્ડ મેચમાં વરસાદની સંભાવના 91 ટકા છે.
flood in florida and Pakistan Cricket Team
ફ્લોરિડામાં ભારે તોફાન અને વરસાદનો ભય
મળી રહેલી માહિતી અનુસાર, ફ્લોરિડામાં ભારે તોફાન અને વરસાદની સંભાવના છે. અહીં પહેલાથી જ ભારે વરસાદ પડી ચૂક્યો છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રમાણે આગળ વધુ ચાલુ રહેશે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ભારત અને કેનેડા સિવાયની અન્ય કોઈ મેચ વરસાદને કારણે પ્રભાવિત થશે તો પાકિસ્તાનને સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો આયર્લેન્ડ અને યુએસએની મેચમાં વરસાદ પડે છે અને મેચ રદ જાહેર કરવામાં આવે છે, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. એટલે કે યુએસએને 5 પોઈન્ટ મળશે. આ સાથે ટીમ સુપર 8માં પહોચી જશે. કારણ કે પાકિસ્તાન તેની આગામી મેચ જીતીને પણ મહત્તમ 4 પોઈન્ટ મેળવી શકે છે. જ્યારે પાકિસ્તાન અને આયર્લેન્ડ મેચમાં વરસાદ પડે તો પાકિસ્તાનને માત્ર 1 પોઈન્ટ મળશે અને તે મહત્તમ 3 પોઈન્ટ જ મેળવી શકશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ સુપર 8ની રેસમાંથી બહાર થઈ જશે. એટલે કે વરસાદ પાકિસ્તાનને દરેક રીતે નુકસાન કરશે. આનાથી અન્ય ટીમો પર અસર થશે, પરંતુ તેનાથી તેમને વધારે અસર થશે નહીં.
આગામી સમયમાં વરસાદની કેટલી સંભાવના?
આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા છે, જે ફ્લોરિડાના હોવાનું કહેવાય છે. અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે શું આ વીડિયો તાજા છે અને ફ્લોરિડાના જ છે, પરંતુ જો તે સાચા હોય તો સ્થિતિ ખરેખર ભયંકર છે. વીડિયો જોઈને એવું લાગતું નથી કે આગામી થોડા દિવસો સુધી અહીં મેચો યોજાશે. વળી, જો વધુ વરસાદ પડે તો તેના વિશે વિચારવું પણ ખોટું છે. વીડિયો સાચો છે કે ખોટો, પણ તે વાત નિશ્ચિત છે કે ફ્લોરિડામાં મેચના દિવસોમાં વરસાદની સંભાવના છે, જે પોતે જ ખતરાના સંકેત આપી રહી છે.
આ પણ વાંચો - T20 World Cup : કેમ ભારતને મળ્યા વધારાના 5 રન..?
આ પણ વાંચો - IND vs PAK : વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાકના પૂર્વ ક્રિકેટરે હરભજનની માંગી માફી