Flood in Gujarat : અનારાધાર વરસાદ બાદ 132 ડેમ હાઈ એલર્ટ પર, 357 રસ્તા બંધ, જાણો સમગ્ર રાજ્યની સ્થિતિ
- આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની નોનસ્ટોપ બેટિંગ
- કચ્છ ઝોનમાં સરેરાશ સૌથી વધુ 179.34 ટકા વરસાદ પડ્યો
- રાજ્યનાં 113 ડેમ 100 ટકા અને 43 ડેમ 70 થી 100 ટકા ભરાયાં
- 21 સ્ટેટ હાઈવે અને અન્ય 29 માર્ગ હજુ બંધ હાલતમાં
Flood in Gujarat : ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. ઓડિશાનાં ડિપ્રેશનની ગુજરાત પર તેની અસર જોવા મળી છે. આજે વહેલી સવારથી રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 111.43 ટકા વરસાદ (Rain in Gujarat) નોંધાઈ ચૂક્યો છે. જ્યારે રાજ્યનાં 132 ડેમ હાઈ એલર્ટ, 15 એલર્ટ પર મૂકાયા છે. સતત 3-4 દિવસનાં અનરાધાર વરસાદ બાદ હજુ પણ 357 રસ્તાઓ બંધ હાલતમાં છે, જેથી હજુ પણ રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં પરિવહન સેવા પ્રભાવિત છે.
Gujarat Rain Alert : સાવધાન ગુજરાત! હવામાન વિભાગની મોટી આગાહી | Gujarat First#GujaratWeather #MonsoonAlert #HeavyRainExpected #WeatherUpdate #RainySeason #GujaratMonsoon #WeatherWarning #FloodRisk #StormAlert #GujaratRain #Gfcard #Gujaratfirst pic.twitter.com/sZOFjTQdg1
— Gujarat First (@GujaratFirst) September 2, 2024
ઓડિશાનાં ડિપ્રેશનની ગુજરાત પર અસર
ઓડિશાનાં ડિપ્રેશનની (Odisha's Depression) ગુજરાત પર અસર જોવા મળી છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની નોનસ્ટોપ બેટિંગ જોવા મળી છે. તાપીનાં (Tapi) સોનગઢમાં અનરાધાર 8 ઈંચ, ડાંગનાં વઘઇમાં 7 ઈંચ, નવસારીનાં વાંસદા અને તાપીનાં વ્યારામાં સાડા છ ઈંચ, ઉચ્છલ, ડોલવણમાં 6 ઇંચ, ડાંગનાં સુબીરમાં 5 ઈંચ, ડાંગનાં આહ્વામાં 4 ઈંચ, વાલોડમાં 3 ઈંચ, મોરવાહડફ, લુણાવાડામાં 2-2 ઈંચ અને લીમખેડા, જેતપુર-પાવીમાં પણ 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે આજે સવારે 6 થી 4 કલાકમાં 72 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરાયું છે. જ્યારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ પણ વાંચો - Warning : આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, આ રાજ્યમાં હશે કેન્દ્ર બિંદુ....
રાજ્યમાં સિઝનનો સરેરાશ 111.43 ટકા વરસાદ
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 111.43 ટકા વરસાદ ખાબક્યો (Flood in Gujarat) છે. 87 તાલુકામાં સિઝનનો સરેરાશ 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે, 124 તાલુકામાં સરેરાશ 20 થી 40 ઈંચ અને 39 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છ (Kutch) ઝોનમાં સરેરાશ સૌથી વધુ 179.34 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 125.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111.82 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 88.35 ટકા વરસાદ થયો છે.
વરસાદને લઈને આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે#Gujarat #Weather #Forecast #Rainfall #HeavyRain #GujaratFirst pic.twitter.com/Yzj9bjtBkn
— Gujarat First (@GujaratFirst) September 2, 2024
આ પણ વાંચો - Weather Report : આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી
રાજ્યનાં 132 ડેમ હાઈ એલર્ટ અને 15 એલર્ટ પર મુકાયા
રાજ્યનાં જળાશયોની વાત કરીએ તો રાજ્યનાં 132 ડેમ (Reservoirs) હાઈ એલર્ટ અને 15 એલર્ટ પર મુકાયા છે. જીવાદોરી સરદાર સરોવરમાં (Sardar Sarovar) 86.12 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે, રાજ્યનાં કુલ 206 જળાશયમાં 78.45 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યનાં 113 ડેમ 100 ટકા અને 43 ડેમ 70 થી 100 ટકા જ્યારે 18 ડેમમાં 50 થી 70 ટકા સુધી ભરાયાં છે. ભારે વરસાદથી 23 નદી અને 6 તળાવ ઓવરફ્લો થયા છે. રાજ્યમાં NDRF ની 15 અને SDRF ની 27 ટીમ હાલ ખડેપડે છે.
વરસાદના કારણે કુલ 357 રસ્તાઓ બંધ અવસ્થામાં
રાજ્યમાં અવિરત વરસાદનાં (Flood in Gujarat) કારણે હજુ પણ કુલ 357 રસ્તાઓ બંધ અવસ્થામાં છે. જ્યારે 21 સ્ટેટ હાઈવે અને અન્ય 29 માર્ગ હજુ બંધ હાલતમાં છે. પંચાયત હસ્તકનાં 305 અને 2 નેશનલ હાઈવે (National Highways) બંધ છે. માહિતી મુજબ, કચ્છ અને છોટાઉદેપુરમાં 1-1 નેશનલ હાઈવે, અમદાવાદ (Ahmedabad), આણંદ, પાટણમાં 1-1 સ્ટેટ હાઈવે, કચ્છમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ખેડામાં 2 સ્ટેટ હાઈવે અને રાજકોટ (Rajkot) જિલ્લામાં 3 સ્ટેટ હાઈવે (State Highways) પણ બંધ હાલતમાં છે. રાજ્યમાં પરિવહન સેવાઓની વાત કરીએ તો, રાજ્યમાં 29 રૂટ પર ST ની 70 ટ્રીપ હજુ પણ રદ્દ કરાઈ છે. કચ્છનાં 10 રૂટ પર સૌથી વધુ 33 ટ્રીપ જ્યારે ખેડામાં 4, આણંદમાં 3, પોરબંદરમાં 6 રૂટ બંધ અવસ્થામાં છે. જૂનાગઢમાં (Junagadh) 2 રૂટ પર ST ની 7 ટ્રીપ રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો - PM Modi in Gujarat : જન્મદિવસે ગુજરાત આવશે PM મોદી, આપશે આ ભેટ! આવતીકાલે BJP સદસ્યતા અભિયાનનો પ્રારંભ