First Session of 18th Lok Sabha : પ્રોટેમ સ્પીકર બન્યા ભર્તુહરિ મહતાબ, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા
First Session of 18th Lok Sabha : આજે સત્તાધારી પક્ષ અને વિપક્ષ સંસદ ભવનમાં આમને-સામને જોવા મળશે. આજથી 18મી સંસદનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી પહેલા સાંસદ તરીકે શપથ લેશે. ત્યારબાદ લોકસભામાં 280 સાંસદો શપથ લેશે. 25મી જૂન એટલે કે આવતીકાલે 264 સાંસદો શપથ લેશે. આ પહેલા આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તૃહરિ મહતાબને શપથ લેવડાવ્યા હતા.
26મી જૂને સ્પીકરની ચૂંટણી, 27મીએ બંને ગૃહોને રાષ્ટ્રપતિ કરશે સંબોધિત
આવતી કાલે 25મી જૂનના રોજ પ્રોટેમ સ્પીકર તમામ સાંસદોને શપથ લેવડાવશે. આ પ્રક્રિયા આસામના સાંસદોથી શરૂ થશે અને અંતે બંગાળના સાંસદો શપથ લેશે. આ પછી 26મી જૂને સ્પીકરની ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ 27મીએ બંને ગૃહોને સંબોધિત કરશે. છેલ્લે, 2 જુલાઈએ PM મોદી લોકસભામાં અને 3 જુલાઈએ રાજ્યસભામાં સંબોધન કરશે. જણાવી દઇએ કે, ગૃહ સત્રની શરૂઆત પહેલા જ વિપક્ષી પાર્ટીઓના INDIA ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પ્રોટેમ સ્પીકરને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ ગ્રહણમાં મહતાબની સાથે કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસીના વરિષ્ઠ સભ્યોને પણ નામાંકિત કર્યા છે.
- આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર
- પ્રોટેમ સ્પીકર બન્યા ભર્તુહરિ મહતાબ
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શપથ લેવડાવ્યા
- PM મોદી શપથમાં રહ્યાં ઉપસ્થિત
પ્રોટેમ સ્પીકરથી વિપક્ષ નારાજ
ઓડિશાના વરિષ્ઠ બીજેપી નેતા અને 7 વખત સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના કામચલાઉ સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિપક્ષે આના પર પોતાનો વાંધો નોંધાવતા કહ્યું છે કે સરકારે આ પદ માટે કોંગ્રેસના સાંસદ કે. સુરેશના દાવાની અવગણના કરી છે, જે 8 વખત સાંસદ રહી ચૂકેલા છે. સંસદના બંને ગૃહો વચ્ચે સંઘર્ષ થવાની પણ શક્યતા છે. તેની શરૂઆત પ્રોટેમ સ્પીકરની નિમણૂકથી થઈ છે. વિપક્ષના આરોપો અંગે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે મહતાબ 7 વખત લોકસભાના સભ્ય છે, જેના કારણે તેઓ આ પદ માટે યોગ્ય છે. તેમણે કહ્યું કે, સુરેશ 1998 અને 2004માં સભ્ય ન હતા, જેના કારણે તેમનો વર્તમાન કાર્યકાળ નીચલા ગૃહમાં તેમનો સતત ચોથો કાર્યકાળ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા હતા.
INDIA ગઠબંધનના સાંસદો એકસાથે પ્રવેશ કરશે
રાષ્ટ્રપતિએ કોંગ્રેસના કે સુરેશ, ડીએમકેના ટીઆર બાલુ, ભાજપના રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય સહિત મહતાબને સમર્થન આપવા માટે અન્ય પાંચ વરિષ્ઠ સાંસદોને નામાંકિત કર્યા હતા. ભાજપના બંને સભ્યોને છોડીને સુરેશ, બાલુ અને બંદોપાધ્યાયે આનો વિરોધ કર્યો. INDIA ગઠબંધનના તમામ સાંસદો જૂના સંસદ ભવનના ગેટ નંબર 2 પાસે એકઠા થશે અને સવારે 10:30 વાગ્યે એકસાથે સંસદ ભવનમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચો - Parliament : નવા ચૂંટાયેલા સાંસદોના શપથ સાથે લોકસભાના સત્રની થશે શરુઆત
આ પણ વાંચો - Parliament Session : આવતીકાલથી શરૂ થશે સંસદનું સત્ર, 26 મીએ સ્પીકરની ચૂંટણી…