First SemiFinal : ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા મળી આ ધમકી, તો શું આજે....?
વાનખેડેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ સેમી ફાઈનલ મેચ રમાવાની છે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ફેન્સ પણ આ મેચ જોવા માટે પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ફેન્સને પરેશાન કરી શકે છે. આજની મેચ પહેલા મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. શું છે આ મેસેજ આવો જાણીએ...
મુંબઈ પોલીસને મળ્યો મેસેજ
જે સમયનો કરોડો ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે સમય હવે નજીક છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ બસ હવે થોડા કલાકો બાદ આમને-સામને જોવા મળશે. પણ આ પહેલા આ મેચમાં ખલેલ પહોંચાડવાની તૈયારીઓ થઇ રહી હોય તેવા મુંબઈ પોલીસને સમાચાર મળ્યા છે. જીહા, મેચ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. આવી ધમકી મુંબઈ પોલીસને ટ્વિટર દ્વારા આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ ટ્વિટર પર મુંબઈ પોલીસને ટેગ કર્યું જેમાં એક ફોટોમાં બંદૂક, હેન્ડ ગ્રેનેડ અને બુલેટ દેખાય છે. આ ધમકીભર્યા મેસેજ બાદ મુંબઈ પોલીસે વાનખેડે સ્ટેડિયમની બહાર પોતાની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. જેમાં સ્ટેડિયમની અંદર જતા તમામ લોકોની કડક તપાસ કરવામાં આવશે. જણાવી દઇએ કે, વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ રમાઈ રહી છે.
Mumbai Police say, "An unidentified person posted a threat message to Mumbai Police on X (formerly Twitter) that a nefarious incident would be executed during the India vs New Zealand at Wankhede Stadium today. Strict vigilance is being done in the area around the stadium and…
— ANI (@ANI) November 15, 2023
શું છે સમગ્ર મામલો?
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી ભારત અને ન્યૂઝીલેન્ડની સેમી ફાઈનલ મેચ દરમિયાન કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા મુંબઈ પોલીસને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ટ્વિટર પર મુંબઈ પોલીસને ટેગ કર્યું છે જેમાં એક ફોટોમાં બંદૂક, હેન્ડ ગ્રેનેડ અને ગોળીઓ પણ જોવા મળે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપ સેમી ફાઇનલ મેચમાં હજારો દર્શકો હાજર રહેશે. આ સિવાય મેચને લઈને ભારે ઉત્તેજના જોવા મળશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે વાનખેડે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખી છે.
વાનખેડેમાં રમાશે મેચ
ઉલ્લેખનીય છે કે, ICC ODI World Cup 2023 ની 9 લીગ મેચોમાંથી 9 જીતીને ટીમ ઈન્ડિયાએ સાબિત કરી દીધું છે કે તે આ વર્લ્ડ કપમાં શા માટે શ્રેષ્ઠ ટીમ છે. તમામ 9 ટીમોએ ભારતને હરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તમામ ટીમો નિષ્ફળ રહી અને દરેક મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાનું કદ મોટું થઈ ગયું છે. જોકે, આજે ભારતનો મુકાબલો એ ટીમ સાથે થઈ રહ્યો છે જેણે ICC ની અગાઉની ઘણી ઈવેન્ટ્સમાં ભારતને પરેશાન કર્યું છે. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે અને પોતાની ગત વર્લ્ડ કપની ભૂલોને જોઇ પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાને જોવા મળશે. રોહિત શર્માની ટીમ સારી રીતે જાણે છે કે વાનખેડે સ્ટેડિયમમાં કોઈપણ ભૂલ કરોડો ચાહકોના દિલ તોડી નાખશે. આ વાનખેડે સ્ટેડિયમમાં 2011માં ભારતે 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીત્યો હતો.
આ પણ વાંચો - Revenge Time : ભારતીય ટીમને આજે જરૂર પડશે 140 કરોડ દેશવાસીઓની પ્રાર્થનાની, જાણો શું છે ભવિષ્યવાણી
આ પણ વાંચો - World Cup semifinal; પ્રથમ સેમિફાઇનલ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પ્રવેશવાનો જંગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે