Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: ફૂરજા બંદરેથી ગુજરાતમાં સૌપ્રથમ રથયાત્રાનો પ્રારંભ થયો હોવાની માન્યતા

Bharuch: ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથના મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય કામ કરતા હતા. અહી વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો....
06:27 PM Jul 06, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch Furza First Jagannath Rath yatra

Bharuch: ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથના મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય કામ કરતા હતા. અહી વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો. દેશ – વિદેશના મોટા મોટા વાહનો અહી લાંગરતા હતા.

એક મંદિર હોય તો વધુ સારું!

ભરૂચ (Bharuch)માં 250 વર્ષ ઉપરાંતથી ફુરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરા મુજબ નીકળતી હતી અને તે સમયે ભોઈ સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ અવાર નવાર ભરૂચ આવતા હતા. તેઓના સંપર્કમાં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપને જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું! જેથી સવારમાં કામે આવતી વ્યકિતઓ અહી દર્શન કર્યા બાદ પોતાના કામે લાગી જાય.

દર અષાઢી બીજે નીકળે છે જગન્નાથપુરીની રથયાત્રા

ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના કર્મચારીઓએ અહીં ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ (માટી) ઉચા પ્રકારનો હતો. અહીં નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા (રેસા)ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવા આવી એવી લોકવાયકા છે. આમ ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પ્રતિમાઓ તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું ત્યારથી ભરૂચ (Bharuch)માં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.

કોરોના કાળમાં પણ રથયાત્રાની પરંપરા જાળવી રાખી હતી

આ રથયાત્રાના પેંડા ક્યારેય થંભયા નથી.કોરોના કાળમાં પણ એક જ રથમાં ભગવાન બલરામ બહેન સુભદ્રા તથા ભગવાન શ્રીકૃષ્ણને મંદિર સંકુલમાં જ પ્રદક્ષિણા કરાવી રથયાત્રાની પરંપરાને જાળવી રાખી હતી. અમદાવાદ પહેલા ભરૂચમાં સૌપ્રથમ વખત ફુરજા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાનું લોકવાયકા રહ્યું છે. છેલ્લાં ૨૫૦ વર્ષોથી સતત ફુરજા બંદરથી ભોઈ પંચ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વિવિધ ત્રણ રથ તૈયાર કરવામાં આવે છે, જેમાં એક રથમાં ભગવાન જગન્નાથ બીજા રથમાં ભાઇ બલરામ અને ત્રીજા રથમાં બિરાજમાન કરવામાં આવે છે અને ત્રણેય રથને એકસાથે ભક્તો ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવે છે.

250 વર્ષથી નીકળે છે આ રથયાત્રા

ભરૂચ (Bharuch)જિલ્લામાં 250 વર્ષ થી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ રાબેતા મુજબ બંદરેથી અષાઢી બીજના દિવસે નીકળનાર છે જેને લઇ આયોજકો પણ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જગન્નાથજીના ભકતોમાં ભરૂચની એક ખલાસી માતાએ 1878 માં અમદાવાદના તત્કાલિન મંહતને વિનંતી કરી હતી કે, રથયાત્રાના દિવસે ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય રથ ખેંચવાની સેવા અમારા ખલાસી પુત્રોને સોંપો. રથ ખેંચવાની સેવા અમને સોંપી કૃતાર્થ કરવા કરાયેલી વિનંતી મહંતે માન્ય રાખી હતી. ત્યારથી જ અમદાવાદ સહિ‌તની દેશમાં નીકળતી તમામ રથયાત્રામા આજદિન સુધી ભગવાના રથ ખેંચવાની જવાબદારી ખલાસી ભાઇઓ નિભાવે છે.

ભરૂચના ખલાસીઓએ મહંત નહસિંહદાસજીને 3 સુંદર રથ ભેટ ધર્યા હતા

અમદાવાદમાં 1878 માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસ રથયાત્રા શરૂકરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ ભરૂચ થતા ભરૂચના ખલાસી ભાઈઓએ 138 વર્ષ પહેલા નીકળેલી સૌપ્રથમ રથયાત્રા માટે નાળીયેરના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજી ભેટ ધર્યો હતાં. મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ ભરૂચમાં થતાભરૂચના ખલાસીભાઈઓએ નાળિયેરીના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંતજીને ભેટ ધર્યા હતા. ભરૂચનાં ખલાસીઓએ બનાવેલા રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી.

કોરોનામાં પણ ફુરજા બંદરની રથયાત્રાના પૈંડા થંભીયા ન હતા

કોરોના વાયરસે સમગ્ર ગુજરાતને હદ મચાવી મૂક્યું હતું અને અનેક ધાર્મિક તહેવારો પણ રદ થયા હતા. તેવા સમયમાં રથયાત્રા ઘણી રદ કરાઈ હતી પરંતુ ભરૂચના ફુરજા બંદરની 250 વર્ષની રથયાત્રાની પરંપરા યથાવત રાખી હતી અને જે અલગ અલગ રથમાં ભગવાન બલરામ ભાઈ બહેન સુભદ્રા અને ભગવાન કૃષ્ણને જે અલગ અલગ રથમાં બિરાજમાન કરી રદ કાઢવામાં આવતો હતો તેની જગ્યાએ કોરોના વાયરસ માં પણ રથયાત્રાની પરંપરા તૂટવા ન દઈ મંદિર સંકુલમાં જ એક જ રથમાં બિરાજમાન કરી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા જાળવી રાખી હતી.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Surat: સુરતમાં 6 માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 7 વર્ષ પહેલાં બની હતી આ ઇમારત

આ પણ વાંચો: Ahmedabad : પોલીસ એજન્સીઓને શરમાવે તેવી અમદાવાદ ટ્રાફિકની કામગીરી

આ પણ વાંચો: VADODARA : બાકી ગેસ બીલના નામે પૈસા પડાવવા ઠગ ટોળકી સક્રિય

Tags :
BharuchBharuch FurzaBharuch Furza First Jagannath Rath yatrabharuch newsFirst Jagannath Rath yatraFirst Rath yatraGujarati NewsJagannath Rath Yatralatest newsRath Yatra NewsVimal Prajapati
Next Article