Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GCCI અને NZBCCI વચ્ચે પ્રથમ MOU, GCCI નાં સુધાંશુ મહેતાને મોટી જવાબદારી

GCCI નાં ખજાનચી સુધાંશુ મહેતાને મોટી જવાબદારી NZBCCI ભારત ચેપ્ટરનાં ચેરમેન બન્યા સુધાંશુ મહેતા ન્યૂઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનો નિર્ણય GCCI અને NZVCCI વચ્ચે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરાયાં ન્યૂઝીલેન્ડનાં નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં 'ગુજરાત ચેમ્બર...
07:41 PM Sep 21, 2024 IST | Vipul Sen
  1. GCCI નાં ખજાનચી સુધાંશુ મહેતાને મોટી જવાબદારી
  2. NZBCCI ભારત ચેપ્ટરનાં ચેરમેન બન્યા સુધાંશુ મહેતા
  3. ન્યૂઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનો નિર્ણય
  4. GCCI અને NZVCCI વચ્ચે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરાયાં

ન્યૂઝીલેન્ડનાં નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં 'ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ' (GCCI) અને 'ન્યૂઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ' (NZBCCI) વચ્ચે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડ-ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં ભારત ચેપ્ટરનાં ચેરમેન તરીકે GCCI નાં ખજાનચી સુધાંશુ મહેતાની (Sudhanshu Mehta) નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો - સુરક્ષિત, ગ્રીનર ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે Josler Energy, IGL અને Heath Consultants એ હાથ મિલાવ્યો

NZ નાં નાયબ વડાપ્રધાને PM મોદીનાં નેતૃત્ત્વની પ્રશંસા કરી

નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે (Deputy PM Winston Peters) ભારતનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) નેતૃત્ત્વ અને દૂરદર્શિતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ-ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની (NZBCCI) સ્થાપના આર્થિક ભાગીદારી અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનાં સંયુક્ત પ્રયાસનું ઉદાહરણ છે.

આ પણ વાંચો - iPhone 16 ખરીદવા Apple સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો..Video

NZ અને ભારત વચ્ચે આર્થિક-સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે : સુધાંશુ મહેતા

GCCI નાં ખજાનચી અને NZBCCI ભારત ચેપ્ટરનાં ચેરમેન સુધાંશુ મહેતાએ (Sudhanshu Mehta) કહ્યું હતું કે, ટેક્નોલોજી, માળખાગત સુવિધા અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં બંને સહયોગી ભાગીદારીને મજબૂત બનાવવાના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે. બંને ચેમ્બર વચ્ચે થયેલા હસ્તાક્ષર, સમજૂતી, કરારથી ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેનાં આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે. તેમ સુધાંશુ મહેતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - Pager explosion પછી યાદી જાહેર કરી વિમાનમાં વસ્તુઓ પર લગાવાઈ રોક

Tags :
Deputy PM PetersGCCIGCCI Treasurer Sudhanshu MehtaGujarat Chamber of Commerce IndustriesGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsNew ZealandNew Zealand India Chamber of Commerce and IndustriesNZBCCIpm narendra modi
Next Article