Ahmedabad:ખોખરા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે, જુઓ વીડિયો
- અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગની ઘટના
- પરિષ્કર-1 એપાર્ટમેન્ટમાં લાગી આગ
- ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે
- ફાયર વિભાગ દ્વારા 18 લોકોને રેસ્ક્યુ કરાયા
અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી. પરિષ્કર-1 એપાર્ટમેન્ટ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગ્રેડની પાંચ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની તજવીજ હતી. ફાયર વિભાગ દ્વારા 18 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.
ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળે
અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં પરિષ્કાર-1 એપાર્ટમેન્ટના સી બ્લોકના ચોથા માળે અચાનક આગ લાગવાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આગ લાગવાની ઘટના બાબતે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર ફાઈટરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી કોઈ મોટી જાનહાનિ ન થાય તેની તકેદારી હાથ ધરી હતી.
ફાયર વિભાગ દ્વારા 18 લોકોને રેસ્ક્યુ કરાયા
આગ લાગવાની ઘટના બનતા ફ્લેટમાં રહેતા તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ચોથા માળે ફસાયેલા 18 જેટલા લોકોને બચાવી લીધા હતા. તેમજ હાલ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું ઓપરેશન ચાલુ છે. તેમજ કોઈ મોટી જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.
કોઈ જાનહાનિ થવા પામી નથી
આ બાબતે પરિષ્કર-1 નાં રહીશ હેમલભાઈએ જણાવ્યું હતું કે, તમામ સોસાયટીના મેમ્બરોએ સાથે મળીને તેમજ બાજુનાં બ્લોકનાં રહીશો દ્વારા એકસાથે મળીને કામગીરી કરી છે. તેમજ આગ લાગતા સોસાયટીનાં રહીશ દ્વારા તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તેમજ પોલીસને પણ જાણ કરી હતી. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
ધારાસભ્ય તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા
આગ લાગવાની જાણ થતા આ વિસ્તારનાં ધારાસભ્ય તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હું અંદર જઈને આવ્યો બહારની સાઈડનો ભાગ આખો સળગેલો છે. જેમાં એકાદ બે ઘરના બારણા સળગેલા છે. તેમજ કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.