Surat : મોલની ડિઝાઈન, ઇમરજન્સી એક્ઝિટ અંગે ચોંકાવનારા ખુલાસા! તંત્રની કાર્યવાહી સામે પણ સવાલ
- Surat માં સિટીલાઈટમાં આગને લઈને મોટો ખુલાસો!
- અગાઉ ફાયર વિભાગે અગાઉ 3 થી 4 વાર આપી હતી નોટિસ
- નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી!
- જિમમાં કોઈ ઇમરજન્સી એક્ઝિટની સુવિધા પણ નહિ
- અમૃતયા સ્પા એન્ડ જીમમાં આગ લાગતા 2 મહિલાનાં મોત થયા
સુરતમાં (Surat) ગત મોડી રાતે સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં (Fortune Mall Fire Incident) અમૃતયા સ્પા અને જિમમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. પહેલા જિમમાં આગ લાગી હતી પરંતુ, તેનો ધુમાડો સ્પા સુધી પહોંચ્યો હતો. આ કારણે સ્પાની બે મહિલા જીવ બચાવવા માટે બાથરૂમમાં પુરાઈ હતી અને ગૂંગળામણથી બંને સ્પા ગર્લનાં મોત થયા હતા. આ ઘટનામાં હવે ચોંકાવનારા અને મોટા ખુલાસા થયા છે.
આગથી બચવા 2 મહિલાઓ સ્પાનાં બાથરૂમમાં પુરાઈ હતી
સુરતનાં સિટીલાઇટ વિસ્તારમાં (Citylight) આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા (Amritaya Spa) અને જિમમાં ગત મોડી રાતે લાગેલી આગની ઘટનામાં 2 મહિલાઓનાં મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં હવે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આગ જિમમાં લાગી હતી પરંતુ, તેનો કાળો ડિબાંગ ધુમાડો સ્પા સુધી પહોંચ્યો હતો. ઘટના સમયે સ્પામાં 5 જેટલા કર્મચારીઓ હાજર હતા, જેમાંથી 3 જીવ બચાવવા ભાગ્યા હતા. પરંતુ, આગથી બચવા 2 મહિલાઓ સ્પાનાં બાથરૂમમાં પુરાઈ હતી. વધુ પડતા ધુમાડાને કારણે ગુંગળામણથી બંને મહિલાઓનાં મોત થયા હતા.
આ પણ વાંચો - સુરતના મોલમાં લાગી વિકરાળ આગ, મોલના 3 માળે અનેક લોકો ફસાયેલા
જિમમાં ઇમરજન્સી એક્ઝિટની કોઈ સુવિધા નથી!
ફાયર દ્વારા બંને મહિલાઓનાં મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યા હતા. તપાસમાં મૃતક મહિલાઓની ઓખળ સિક્કિમની (Sikkim) રહેવાસી બીનું અને મનીષા તરીકે થઈ છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે જે મુજબ, જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી તે કોમ્પ્લેક્સની ડિઝાઇન પણ જોખમી દેખાઈ રહી છે. ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા અગાઉ 3 થી 4 વાર નોટિસ પણ આપવામાં આવી હતી. હાલ, તે નોટિસ પર શું કામગીરી થઈ તે માટે ફાયરનાં કોઈ અધિકારીઓ બોલવા તૈયાર નથી. ઉપરાંત, જિમમાં આગ લાગી હતી તે જીમમાં એન્ટ્રી ગેટ છે પરંતુ, ઇમરજન્સી એક્ઝિટની કોઈ સુવિધાઓ દેખાતી નથી. ઇમરજન્સી એક્ઝિટનાં (Emergency Exits) અભાવે મહિલાઓ સ્પાનાં બાથરૂમમાં પુરાઈ હોવાનું હાલ સામે આવ્યું છે. આ મામલે મેયર દ્વારા કાયદેસરની કાર્યવાહીની વાત કરવામાં આવી છે. પરંતુ, આ ઘટના બાદ વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - Surendranagar : વાડીમાં સૂતા હતા પિતા-પુત્ર, મોડી રાતે તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા અજાણ્યા શખ્સો અને..!
નોટિસ બાદ પણ કાર્યવાહી કેમ ના થઈ તેને લઈને સવાલ
જો કે, શોર્ટ સર્કિટને કારણે જિમ અને સ્પામાં (Amritaya Spa) આગ લાગી હોવાનાં પ્રાથમિક અનુમાન છે. પરંતુ, આ ઘટના બાદથી લોકોમાં ચર્ચા છે તે આવી ઘટનાઓ બને ત્યારે મીડિયા સમક્ષ સઘન તપાસની વાતો કરવામાં આવે છે પરંતુ, ત્યારબાદ 'જૈસે થે વૈસે' જેવી પરિસ્થિતિ ફરી ઊભી થઈ જતી હોય છે. અગાઉની આગની ઘટનાઓ બાદ જો તંત્રએ નક્કર પગલાં લીધા હોત તો આ ઘટના ન બની હોત. આ ઘટનાને લઈ સુરતમાં (Surat) લોકોમાં આક્રોશ છે. સાથે જ આ બનાવમાં તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે કે નહીં અને જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ અને થશે તો ક્યારે થશે ? તેવા સવાલોને લઈને લોકોમાં ચર્ચાઓ ઊઠી છે.
આ પણ વાંચો - Rajkot : યુવાધનને નશાના રવાડે ચઢાવનારો રીઢો ગુનેગાર ઝડપાયો, આ લોકોને કરતો હતો સપ્લાય!