EVM ને હેક કરવાનો દાવો કરનારા વિરુદ્ધ EC ની FIR, જાણો Viral Video નું સત્ય
- Election Commission એ સૈયદ શુજા વિરુદ્ધ FIR નોંધી
- હેકિંગ અને ટેમ્પરિંગના ખોટા પાયાવિહોણા દાવા
- સુપ્રીમ કોર્ટે પણ EVM પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે
FIR against EVM hacker : આપણે સૌ જાણીએ છીએ, તાજેતરમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન થયું હતું. તો મતદાન પૂર્ણ થયા પછી સોશિયલ મીડિયા ઉપર એક EVM નો વીડિયો વાયરલ થયો હતો. જોકે આ કૃત્ય કાયદાના ધોરણે અને ચૂંટણી આયોગના નિયોમો પ્રમાણે દંડનીય છે. પરંતુ આ વીડિયોને લઈ તાજેતરમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. તો બીજી તરફ વિપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવાર દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ EVM હેક કરાવ્યું હોવાના સૂત્રો સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્ય બદલ અને ખોટી માહિતી ફેલાવવાના આરોપ સાથ એક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
Election Commission એ સૈયદ શુજા વિરુદ્ધ FIR નોંધી
તો EVM વિરોધ મામલે સૈયદ શુજા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. તો સરકારી નિયમ અને Election Commission દ્વારા નક્કી કરવામાં આવેલા કાયદાઓના ઉલ્લંઘન બદલ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તો આ પહેલા પણ Election Commission એ સૈયદ શુજા વિરુદ્ધ FIR નોંધી હતી. જે કથિત રીતે અન્ય કોઈ દેશમાં છુપાયેલા છે. આ બાબતને આગળ વધારવા માટે સંબંધિત અધિકારીઓને પત્રો પણ લખવામાં આવ્યા છે. તાજેતરમાં જ મુંબઈમાં તે જ વ્યક્તિ વિરુદ્ધ ફરી FIR નોંધવામાં આવી છે. Election Commission એ સ્પષ્ટ કર્યું હતું કે આવી ગતિવિધિઓ ગંભીર ગુના છે અને તેમાં સંડોવાયેલા કોઈપણને બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Delhi માં જે નવેમ્બરમાં ક્યારે પણ ન થયું, તે ડિસેમ્બરના પ્રથમ દિવસે થયું
હેકિંગ અને ટેમ્પરિંગના ખોટા પાયાવિહોણા દાવા
મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં સૈયદ શુજા નામનો વ્યક્તિ મહારાષ્ટ્ર ચૂંટણીમાં EVM ફ્રિકવન્સી દ્વારા EVM હેકિંગ અને ટેમ્પરિંગના ખોટા પાયાવિહોણા દાવા કરી રહ્યો છે. સીઈઓ મહારાષ્ટ્ર તરફથી ફરિયાદ મળ્યા બાદ મુંબઈ સાયબર પોલીસે 30 નવેમ્બરની રાત્રે સાયબર પોલીસ સ્ટેશન, સાઉથ, મુંબઈમાં આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ વિરુદ્ધ FIR નંબર 0146/2024 નોંધ્યો હતો. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 318/4 સાથે IT એક્ટ 2000 ની કલમ 43 (G) અને કલમ 66 (D) હેઠળ નોંધવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે પણ EVM પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે
Election Commission નું કહેવું છે કે EVM ને કોઈપણ વ્યક્તિ Wi-Fi અથવા બ્લૂટૂથ સહિત કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાતી નથી. EVM સાથે છેડછાડનો પ્રશ્ન જ ઊભો થતો નથી. EVM સંપૂર્ણપણે ટેમ્પરપ્રૂફ છે. સુપ્રીમ કોર્ટે પણ EVM પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના Election Commission એ EVM પરની કોઈપણ શંકાઓ અને અફવાઓને દૂર કરવા માટે તેની વેબસાઈટ પર વિગતવાર FAQ પહેલેથી જ જાહેર કરેલા છે. ભારતના Election Commission ના સૂત્રોએ જણાવ્યું કે EVM વિશે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: GST Collection સાથે સરકારી તિજોરીઓ રેલછેલ, કિંમત જાણીને ચોંકી જશો