Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi હાઈકોર્ટનો અંતિમ નિર્ણય, કહ્યું- મનીષ સિસોદિયા જેલમાં જ રહેશે, જામીન નહીં મળે...

દિલ્હી (Delhi)ના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન મળ્યા નથી. દિલ્હી હાઈકોર્ટે સીસોદિયાને જામીન આપ્યા નથી. હાઈકોર્ટે દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં સીસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. 14 મી મેના રોજ હાઈકોર્ટે પોતાનો નિર્ણય...
delhi હાઈકોર્ટનો અંતિમ નિર્ણય  કહ્યું  મનીષ સિસોદિયા જેલમાં જ રહેશે  જામીન નહીં મળે

દિલ્હી (Delhi)ના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન મળ્યા નથી. દિલ્હી હાઈકોર્ટે સીસોદિયાને જામીન આપ્યા નથી. હાઈકોર્ટે દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં સીસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. 14 મી મેના રોજ હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે ચુકાદો આપતી વખતે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે સિસોદિયાની જામીન અરજી ફગાવી હતી. હવે સિસોદિયા દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.

Advertisement

દારૂની નીતિ બનાવી ખાનગી ધંધાર્થીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ...

મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે લગભગ 15 મહિનાથી જેલમાં છે. સિસોદિયા પર દારૂની નીતિ બનાવીને ખાનગી વેપારીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. આરોપ છે કે આ દારૂની નીતિથી સરકારી તિજોરીને નુકસાન થયું હતું અને દારૂ કૌભાંડ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં પણ કરવામાં આવ્યો હતો. મનીષ સિસોદિયા એક્સાઈઝ વિભાગના મંત્રી હતા અને તેમના પર એક્સાઈઝ નીતિ વિરુદ્ધ નિર્ણય લેવાનો આરોપ છે. એટલું જ નહીં, ED અને CBI અનુસાર, સિસોદિયા પર પુરાવા છુપાવવાનો પણ આરોપ છે. સિસોદિયાએ 14 ફોન અને 43 સિમ કાર્ડ એક્સચેન્જ કર્યા. આમાંથી પાંચ સિમ સિસોદિયાના નામે હતા. આજે દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

Advertisement

સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી...

CBI દ્વારા દારૂ કૌભાંડમાં સિસોદિયાની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ગયા વર્ષે એટલે કે 26 ફેબ્રુઆરી 2023 ના રોજ થઈ હતી. બીજા જ મહિને એટલે કે 9 માર્ચે ED એ સિસોદિયાની આ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હી (Delhi)ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તિહાર જેલમાં સજા કાપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરી 2023 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેમને કોઈ રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે અગાઉ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ઘણી વખત લંબાવી હતી.

દિલ્હી (Delhi)માં 25 મી મેના રોજ મતદાન છે...

મનીષ સિસોદિયાએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે જામીન માંગ્યા હતા, પરંતુ લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે અને 25 મેના રોજ દિલ્હી (Delhi)ની તમામ સાત બેઠકો પર મતદાન થશે. આવી સ્થિતિમાં સિસોદિયાએ ચૂંટણી પ્રચારને લઈને કોર્ટમાં પોતાની અરજી દાખલ કરી હતી.

Advertisement

આ પણ વાંચો : Mandi : Kangana Ranaut ના સંસદીય ક્ષેત્રમાં મતદાનનો બહિષ્કાર, જાણો શું છે કારણ…

આ પણ વાંચો : Swati Maliwal કેસમાં Delhi LG નું આવ્યું નિવેદન, કેજરીવાલના મૌન પર ઉભા કર્યા સવાલ…

આ પણ વાંચો : યૌન શોષણ મામલે Brij Bhushan Singh નું પ્રથમ રિએક્શન, કહ્યું- ભૂલ કરી જ નથી તો સ્વીકારું કેમ…

Tags :
Advertisement

.