Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફિલ્મ નિર્માતા Rajkumar Santoshi ને હાઈકોર્ટથી આ શરતે મળી મોટી રાહત

ફેબ્રુઆરી 2016 માં ફરિયાદી અનિલ જેઠાણીએ રાજકુમાર સંતોષ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી.
ફિલ્મ નિર્માતા rajkumar santoshi ને હાઈકોર્ટથી આ શરતે મળી મોટી રાહત
Advertisement
  1. ફિલ્મ નિર્માતા Rajkumar Santoshi ને હાઇકોર્ટે આપી રાહત
  2. ચેક બાઉન્સ થવાના બે કેસમાં હાઇકોર્ટનો મોટો નિર્ણય
  3. સજા મોકૂફી અંગે વચગાળાનો હુકમ સાથે વોરંટ પર આપ્યો સ્ટે

બોલિવૂડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને (Rajkumar Santoshi) હાઇકોર્ટથી મોટી રાહત મળી છે. ચેક બાઉન્સ થવાનાં બે કેસમાં હાઈકોર્ટે સજા મોકૂફી અંગે વચગાળાના હુકમ સાથે વોરંટ પર સ્ટે લગાવ્યો છે. હાઇકોર્ટમાં (Gujarat High Court) 16.50 લાખ રુપિયા જમા કરવાની શરતે કોર્ટે આ રાહત આપી હોવાની માહિતી છે. અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટે અરજી ફગાવી વોરંટ જારી કરવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો - Ahmedabad : નરોડા-દહેગામ હાઈવે અકસ્માત, કારચાલકનો Video આવ્યો સામે, જાણો શું કહ્યું ?

Advertisement

HC માં રૂ.16.50 લાખ જમા કરવાની શરતે મળી રાહત

બોલિવુડનાં જાણીતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને (Rajkumar Santoshi) ચેક બાઉન્સનાં બે કેસમાં મોટી રાહત મળી છે. ચેક બાઉન્સનાં કેસમાં અગાઉ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને નીચલી કોર્ટે 1-1 વર્ષની સજા અને ચેકની રકમ જેટલું વળતર ચૂકવા માટે હુકમ કર્યો હતો. આ આદેશ સામે ડાયરેક્ટરે સેશન્સ કોર્ટમાં (Rajkot Sessions Court) અપીલ કરી હતી, જે અપીલ સેસન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસ હાઈકોર્ટમાં પહોંચતા હવે ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને રાહત મળી છે. કોર્ટે સજા મોકૂફી અંગે વચગાળાનો હુકમ કરવાની સાથે વોરંટ પર પણ સ્ટે લગાવ્યો છે. માહિતી અનુસાર, સેશન્સ કોર્ટમાં જમાં કરાવેલ રકમ ઉપરાંત હાઇકોર્ટમાં 16.5 લાખ રૂપિયા જમા કરવાની શરતે કોર્ટે આ રાહત આપી છે. આ કેસની આગામી સુનાવણી 13 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

Advertisement

આ પણ વાંચો - Surat : BJP મહિલા નેતાનો આપઘાત કેસ, PM રિપોર્ટમાં થયો આ મોટો ઘટસ્ફોટ!

શું છે કેસ ? જાણો

કેસની વાત કરીએ તો ફેબ્રુઆરી 2016 માં ફરિયાદી અનિલ જેઠાણીએ (Anil Jethani) રાજકુમાર સંતોષ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ અનિલ ધનરાજભાઇ જેઠાણી પાસેથી મસમોટી રકમ ઊછીની લીધી હતી. જે રકમ પરત કરતા સમયે આપેલો ચેક રિટર્ન થયો હતો. ફરિયાદીએ નેગોસિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ કરી હતી. જણાવી દઈએ કે, રાજકુમાર સંતોષીએ ઘાયલ (Ghayal), ઘાતક (Ghatak), દામિની (Damini), અંદાજ અપના અપના જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું હતું.

આ પણ વાંચો - Ahmedabad : નરોડા-દહેગામ હાઈવે પર ફિલ્મી સ્ટંટ જેવો અકસ્માત! બે યુવકનાં મોત, જુઓ હચમચાવે એવો Video

Tags :
Advertisement

.

×