Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Film Border 2 માં વધુ એક સ્ટારકિડની થઈ એન્ટ્રી, જુઓ તે કોણ છે?

Film Border 2 માં સુનીલ શેટ્ટીના પુત્ર પણ જોવા મળશે અહાન શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે Film Border 2 એ 23 જાન્યુઆરી 2026 એ રિલીઝ કરવામાં આવશે Film Border 2 Update : Indian Film History માં...
film border 2 માં વધુ એક સ્ટારકિડની થઈ એન્ટ્રી  જુઓ તે કોણ છે
Advertisement
  • Film Border 2 માં સુનીલ શેટ્ટીના પુત્ર પણ જોવા મળશે
  • અહાન શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે
  • Film Border 2 એ 23 જાન્યુઆરી 2026 એ રિલીઝ કરવામાં આવશે

Film Border 2 Update : Indian Film History માં બોર્ડરએ સૌથી શાનદાર અને ઐતિહાસિક ફિલ્મ માનવામાં આવે છે. કારણે કે.... આ Film Border માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા 90 ના દાયકાના સરહદી સંઘર્ષો દર્શાવવામાં આવ્યા છે. જોકે Film Border એ સત્ય ઘટના પર આધિરત ફિલ્મ હતી. ત્યારે Film Border એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. તે ઉપરાંત Film Border ના તમામ ગાયનો આજે પણ દરેક રાષ્ટ્રીય દિવસ ઉપર સંભળાતા જોવા મળે છે.

Film Border 2 માં સુનીલ શેટ્ટીના પુત્ર પણ જોવા મળશે

Film Border નો બીજો ભાગ ભારતી સિનેમા જગતમાં ધૂમ મચાવવા માટે આવી રહ્યો છે. તો Film Border 2 ને લઈ સૌ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Film Border 2 માં ફરી એકવાર સની દેઓલ જોવા મળશે. અનુરાગ સિંહના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં એક નવી એન્ટ્રી થઈ છે. Film Border 2 માં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળશે. અહાન શેટ્ટી Film Border 2 માં જોવા મળશે. આ ફિલ્મ સાથે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. Film Border ના પહેલા ભાગમાં સની દેઓલ સાથે સુનીલ શેટ્ટી પણ જોવા મળ્યા હતાં.

Advertisement

અહાન શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે

 

View this post on Instagram

 

A post shared by Ahan Shetty (@ahan.shetty)

Advertisement

જોકે આ વખતે સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી રહેશે. તો અહાન શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં વિડીયો શેર કરતા તેણે લખ્યું કે, બોર્ડર એક ફિલ્મ કરતાં વધુ છે. આ એક વારસો છે, લાગણી છે અને એક સ્વપ્ન સાકાર થાય છે. બોર્ડર સાથેની મારી સફર 29 વર્ષ પહેલા શરૂ થઈ હતી. જ્યારે મારી માતા ગર્ભવતી હતી અને તે સેટ પર મારા પપ્પાને મળવા આવતી હતી. હું જેપી કાકાનો હાથ પકડીને અને ઓપી દત્તાની વાર્તાઓ સાંભળીને મોટો થયો છું. નિધિ દત્તા પણ તેમની સાથે હતી. મને ક્યારેય ખ્યાલ નહોતો કે તે ક્ષણ સિનેમા અને ભારતીય સેના પ્રત્યેના મારા પ્રેમને આકાર આપશે.

આ પણ વાંચો: Ayushmann Khurrana એ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા માટે લખી કવિતા

Film Border 2 એ 23 જાન્યુઆરી 2026 એ રિલીઝ કરવામાં આવશે

અહાન શેટ્ટીએ એમ પણ લખ્યું કે આ ફિલ્મનો ભાગ બનવું મારા માટે સન્માનની વાત છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અહાન શેટ્ટી તેના ભારે અવાજમાં ડાયલોગ બોલતો જોવા મળી રહ્યો છે. તેના અંતર્ગત, જેને દુશ્મન ઓળંગી શકતો નથી તે ન તો રેખા છે, ન દીવાલ છે, ન ખાઈ છે, આ સરહદ બીજું શું છે, તે માત્ર એક સૈનિક અને તેના ભાઈઓ છે. જોકે આ વિડિયો બોર્ડરના ભાગ 1 થી શરું થાય છે. Film Border 2 એ 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને દિલજીત દોસાંઝ પણ જોવા મળશે.

આ પણ વાંચો: Film Devara માટે ગાંધી જ્યંતી બની ફાયદાકાર, ફિલ્મની કમાણી 300 કરોડને પાર

Tags :
Advertisement

Trending News

.

×