Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Border 2 : 27 વર્ષ બાદ સની દેઓલ ફરી સૈનિક બની ગર્જના કરશે, Border 2 નો પ્રથમ Video આવ્યો સામે

Border 2 : 1997માં રિલીઝ થયેલી સની દેઓલ(Sunny Deol)ની ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર 2 (Border 2)ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આખરે બોર્ડરની સિક્વલ બોર્ડર 2ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે....
border 2   27 વર્ષ બાદ સની દેઓલ ફરી સૈનિક બની ગર્જના કરશે  border 2 નો પ્રથમ video આવ્યો સામે
Advertisement

Border 2 : 1997માં રિલીઝ થયેલી સની દેઓલ(Sunny Deol)ની ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર 2 (Border 2)ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આખરે બોર્ડરની સિક્વલ બોર્ડર 2ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની સિક્વલથી સની દેઓલ ફરી કમબેક કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બોર્ડરની સિક્વલ રિલીઝના 27 વર્ષ પછી આવવા જઈ રહી છે. બોર્ડર 2માં સની દેઓલ ફરી એકવાર પાકિસ્તાન સાથે યુદ્ધ કરતો જોવા મળશે. જ્યારથી આ ફિલ્મની ઘોષણા થઈ છે ત્યારથી જ ચાહકો દ્વારા કૉમેન્ટ્સ આવવા લાગી છે.

Advertisement

સની દેઓલે બોર્ડર 2 ની જાહેરાત કરી

સની દેઓલે તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (Sunny Deol Instagram)પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કોઈ પણ પ્રકારનું વિઝ્યુઅલ નથી, બેકગ્રાઉન્ડમાં માત્ર સની દેઓલનો અવાજ સંભળાય છે. વીડિયોમાં સની કહેતા સંભળાય છે '27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. એ જ વચન નિભાવવા, ભારતની ધરતીને વંદન કરવા, હું ફરી આવું છું...!' પછી કલ્ટ ક્લાસિક બોર્ડરનું ગીત 'સંદેશ આતે હૈ...' પણ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે. સની દેઓલ (Sunny Deol Border 2)એ 'બોર્ડર 2'ની જાહેરાતનો વીડિયો શેર કરવાની સાથે કેપ્શન પણ લખ્યું છે. સનીએ લખ્યું- એક સૈનિક પોતાનું 27 વર્ષ જૂનું વચન પૂરું કરવા ફરી આવી રહ્યું છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

27 વર્ષ પહેલા બોર્ડરે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

તમને જણાવી દઈએ કે,સની દેઓલ મૂવીઝ(Sunny Deol Movies)ની કલ્ટ ક્લાસિક બોર્ડર વર્ષ 1997માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શી ગઈ. તે સમયે ફિલ્મે તેના બજેટ કરતા અનેક ગણો વધુ બિઝનેસ કર્યો હતો. બોર્ડર ત્યારબાદ જેપી દત્તા દ્વારા બનાવવામાં આવી હતી. હવે કલ્ટ ક્લાસિક બોર્ડરનો ભાગ 2 ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. અનુરાગ સિંહે ફિલ્મના નિર્દેશનની જવાબદારી લીધી છે.

ભૂષણ કુમાર અને જેપી દત્તા કરશે પ્રૉડ્યૂસ

તમને જણાવી દઈએ કે બોર્ડર 2 ના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા પ્રૉડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મને અનુરાગસિંહ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. બોર્ડર 2માં અનુ મલિક અને મિથુનનું સંગીત હશે. જાવેદ અખ્તર ફિલ્મના ગીતોના ગીતો લખી રહ્યા છે, અને તેને સોનુ નિગમ દ્વારા ગાવામાં આવશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

બોર્ડર 2માં આયુષ્યમાન ખુરાના આવી શકે છે નજર

તાજેતરમાં, બોર્ડર 2 ની સ્ટાર કાસ્ટ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આયુષ્માન ખુરાના પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડર 2નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ટીમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે સની દેઓલની ગદર 2 ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી.

આ પણ  વાંચો - VIRAL VIDEO : ચાલુ મેચે કોના પર ગુસ્સે થઈ અનુષ્કા શર્મા, જુઓ VIDEO

આ પણ  વાંચો - Kalki 2898 AD Trailer: ફિલ્મ Kalki નું ટ્રેલર રિલીઝ, ટ્રેલર જોઈને તમારા હોશ ઉડી જશે

આ પણ  વાંચો - રેણુકા સ્વામી હત્યા મામલે કન્નડ એક્ટર Darshan Thoogudeepa ની મુશ્કેલીઓ વધી, બેંગલુરુ પોલીસે કરી ધરપકડ…

Tags :
Advertisement

.

×