Fake : સોશિયલ મીડિયામાં ફરતા આ પત્રને તમે સાચો ના માનતા...
Fake : આજકાલ સોશિયલ મીડિયામાં એક ઓવો પરિપત્ર ફરી રહ્યો છે જેમાં જણાવાયું છે કે તમારા તમામ દસ્તાવેજમાં નામની જોડણી એક સરખી કરાવા સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર બિલકુલ ખોટો (Fake) છે અને તેનાથી દોરવાવાની જરુર નથી. રાજ્ય સરકાર દ્વારા આવો કોઇ પરિપત્ર જાહેર કરાયો નથી.
શું લખ્યું છે ખોટા પરિપત્રમાં
છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં એક પરિપત્ર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે ભારતના દરેક નાગરીકે પોતાના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ અને અન્ય તમામ ઓળખપત્રમાં પોતાના નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ તથા સ્પેલીંગમાં તમામ ઓળખપત્રોમાં એક સમાન નામ અને સમાન સ્પેલીંગ તથા એક સમાન જોડણી હોવી જરુરી છે. જેથી દરેક નાગરીકે પોતાની પ્રાથમિક ફરજ સમજી સુધારા કરાવી લેવાના રહશે જેથી કાર્યવાહીનો ઝડપી નિકાલ, પારદર્શીતા તેમજ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરી શકાય. જો કોઇ પણ ઓળખપત્રમાં એક સમામન નામ, ગુજરાતી તથા અંગ્રેજીમાં તેમજ જોડણી તથા સ્પેલીંગની ભુલો હશે તો કોઇ પણ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહીં તેમજ તે કચેરીઓમાં અમલી ગણાશે નહી.
ખોટા પત્ર અંગે જવાબદાર અધિકારીએ ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી
જો કે તમામ દસ્તાવેજમાં નામની જોડણી સરખી કરાવવાનો આ પરિપત્ર ખોટો છે. રાજ્ય સરકાર દ્વારા આવો કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી. ખોટા પત્ર અંગે જવાબદાર અધિકારીએ ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલાં પત્રથી લોકો અસમંજસમાં છે ત્યારે પોલીસે પણ ફેક પરિપત્ર તૈયાર કરનારા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
તમે આ પત્ર સાચો ના માનતા
લોકો મોટી સંખ્યામાં વ્હોટ્સઅપ સહિતના માધ્યમમાં આ પરિપત્ર શેર કરી રહ્યાં છે . પરિપત્ર સરકારના સામાન્ય વહિવટ વિભાગનો નામનો છે જેથી લોકો તેને સાચો માની રહ્યા છે પણ તમે આ પત્ર સાચો ના માનતા....
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ