Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Las Vegas : 4 વર્ષ પછી ફરી જોવા મળ્યો રહસ્યમયી થાંભલો..

Las Vegas : અમેરિકાના લાસ વેગાસ (Las Vegas ) માં ફરી એક વાર કાચની જેમ ચમકતો થાંભલો જોવા મળતાં હડકંપ મચી ગયો છે. આ ચમકતો થાંભલો ક્યાંથી આવ્યો તે હજું જાણી શકાયું નથી. આ ચમકતાં થાંભલાને મોનોલિથ કહેવામાં આવે છે....
las vegas   4 વર્ષ પછી ફરી જોવા મળ્યો રહસ્યમયી થાંભલો

Las Vegas : અમેરિકાના લાસ વેગાસ (Las Vegas ) માં ફરી એક વાર કાચની જેમ ચમકતો થાંભલો જોવા મળતાં હડકંપ મચી ગયો છે. આ ચમકતો થાંભલો ક્યાંથી આવ્યો તે હજું જાણી શકાયું નથી. આ ચમકતાં થાંભલાને મોનોલિથ કહેવામાં આવે છે. આ રહસ્યમય મોનોલિથના દેખાવથી લોકો આશ્ચર્યમાં મુકાયા છે. આ મોનોલિથ ક્યાંથી આવ્યું તે કોઈ જાણતું નથી. અગાઉ મોનોલિથ લગભગ 4 વર્ષ પહેલા કોરોના દરમિયાન જોવા મળ્યો હતો.

Advertisement

લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસે સોશિયલ મીડિયા પર મોનોલિથ વિશે માહિતી આપી

લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસે સોશિયલ મીડિયા પર મોનોલિથ વિશે માહિતી આપી છે. બીબીસીના અહેવાલ મુજબ, આ મોનોલિથ લાસ વેગાસ શહેરથી લગભગ એક કલાક દૂર નેવાડાના રણમાં મળી આવ્યો હતો. લાસ વેગાસ પોલીસ વિભાગે X પર તેની તસવીરો પોસ્ટ કરી છે. પોલીસે લખ્યું છે કે રહસ્યમય મોનોલિથય..આપણે ઘણી વિચિત્ર વસ્તુઓ જોઇએ છીએ, જેમ કે, જ્યારે લોકો હવામાન વિશે જાણ્યા વિના હાઇકિંગ પર જાય છે અને તેમની સાથે પૂરતું પાણી લઇ જતા નથી પરંતુ આ તેના કરતા પણ વધુ વિચિત્ર છે, આવું ક્યારેય જોયું નથી…તમારે પણ જોવું જોઈએ. સપ્તાહના અંતે, LV સર્ચ એન્ડ રેસ્ક્યું સંસ્થાએ આ મોનોલિથને ગેસ પીક પર જોયો છે.

Advertisement

થાંભલો ક્યાંથી આવ્યો તેની કોઈને ખબર નથી

આ અજીબોગરીબ સ્તંભ લાસ વેગાસ કેવી રીતે પહોંચ્યો તે આજ સુધી કોઈને ખબર નથી. ડિસેમ્બર 2020 માં, કોરોના દરમિયાન, ફ્રેમોન્ટ સ્ટ્રીટ કેનોપીની નીચે એક મોનોલિથ દેખાતું હતું. તેનું રહસ્ય ઉટાહમાં શરૂ થયું, જ્યારે રણમાં રહસ્યમય થાંભલા જોવા મળ્યા અને 2020માં તે કેલિફોર્નિયામાં પણ જોવા મળ્યો. તાજેતરના વર્ષોમાં, મોનોલિથ સમગ્ર વિશ્વમાં એક રહસ્યમય ઘટના તરીકે દેખાઈ રહી છે. મોનોલિથ ટેકનીકલ રીતે પથ્થરનો એક બ્લોક છે, જે સામાન્ય રીતે સ્તંભના આકારમાં કોતરવામાં આવે છે. નિષ્ણાતોએ રણમાં મળેલી વિચિત્ર 12-ફૂટ-ઉંચી વસ્તુને મોનોલિથ તરીકે લેબલ કરવા માટે ઉટાહ સરકારના અધિકારીઓની નિંદા કરી છે કારણ કે તે પથ્થરની નહીં પણ ધાતુની બનેલી હોવાનું જણાય છે. ધ ગાર્ડિયનના જણાવ્યા મુજબ, મેરિયમ વેબસ્ટરનો શબ્દકોશ મોનોલિથને વિશાળ માળખા તરીકે વર્ણવે છે.

પોલીસની પોસ્ટ વાયરલ થઈ રહી છે

જ્યારથી લાસ વેગાસ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે, ત્યારથી આ પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેને 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે કોઈએ ચોક્કસપણે તેને ત્યાં મૂક્યું છે. એકે કહ્યું કે કલાકારોને મોનોલિથ રાખવામાં શું મજા આવે છે? હાલમાં પણ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો----- Cave city cappadocia: પ્રાચીન પુસ્તકોમાં આવેલું પહોડો અને ગુફાઓથી ઢંકાયેલું શહેર તુર્કીમાં જોવા મળ્યું

Tags :
Advertisement

.