Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પિતા સહિત ફેમિલીના 17 સભ્યોની હત્યા અને Sheikh Hasina માટે ભારત બન્યું..

15 ઓગસ્ટ 1975ના રોજ, શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી તે દિવસે શેખ હસીનાના પરિવારના 17 લોકોની હત્યા કરવામાં આવી હતી 1975માં પણ શેખ હસીના અને તેમની બહેને ભારતમાં આશરો...
પિતા સહિત ફેમિલીના 17 સભ્યોની હત્યા અને sheikh hasina માટે ભારત બન્યું
  • 15 ઓગસ્ટ 1975ના રોજ, શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી
  • તે દિવસે શેખ હસીનાના પરિવારના 17 લોકોની હત્યા કરવામાં આવી હતી
  • 1975માં પણ શેખ હસીના અને તેમની બહેને ભારતમાં આશરો લીધો હતો

Sheikh Hasina : બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલી હિંસા અને વિરોધ બાદ શેખ હસીના (Sheikh Hasina)એ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સરકારના પતન પછી હસીના ભારત આવી ગઇ છે. જોકે તેમણે બ્રિટન પાસે રાજકીય આશ્રય માંગ્યો છે. જ્યાં સુધી હસીનાને બ્રિટનમાં આશ્રય નહીં મળે ત્યાં સુધી શેખ હસીના ભારતમાં જ રહેશે. સોમવારે તેમની સરકારના પતન બાદ ભારત સરકારે વચગાળાના સ્થળાંતરની પરવાનગી આપી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે શેખ હસીના આવી મુશ્કેલીમાંથી બચવા ભારત આવ્યા હોય.

Advertisement

1975માં પણ શેખ હસીના અને તેમની બહેને ભારતમાં આશરો લીધો હતો

અગાઉ 1975માં પણ શેખ હસીના અને તેમની બહેને ભારતમાં આશરો લીધો હતો. ત્યારબાદ તે 6 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા હતા. 15 ઓગસ્ટ 1975ના રોજ, શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. તે દિવસે શેખ હસીનાના પરિવારના 17 લોકોની હત્યા કરવામાં આવી હતી. જો કે, શેખ હસીના અને તેની બહેન તે સમયે જર્મનીમાં હતા, તેથી તેઓ બચી ગયા.

આ પણ વાંચો-----બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન Mo. Yunus કોણ છે...?

Advertisement

ઈન્દિરા ગાંધી સરકારે રાજકીય આશ્રય આપ્યો

પરેશાન શેખ હસીના અને તેમની બહેનને તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે ભારતમાં રાજકીય આશ્રય આપ્યો હતો અને તેમની બહેન 6 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા હતા. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, ત્યારે શેખ હસીનાએ બાંગ્લાદેશ પાછા ફરવાનું અને તેના પિતાનો રાજકીય વારસો સંભાળવાનો નિર્ણય કર્યો.

Advertisement

શેખ હસીના 1981માં બાંગ્લાદેશ પરત ફર્યા હતા

શેખ હસીના 16 ફેબ્રુઆરી 1981ના રોજ અવામી લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પછી તે મે 1981માં ભારતથી બાંગ્લાદેશ પહોંચ્યા હતા. અહીંથી તેમની રાજકીય કારકિર્દીની નવી શરૂઆત થઈ. જોકે, 1980નું દશક તેમના માટે સારું નહોતું. તે જુદી જુદી જગ્યાએ કસ્ટડીમાં રહ્યા હતા. તેમને નવેમ્બર 1984 સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. આમ છતાં શેખ હસીનાએ હાર ન સ્વીકારી. તેમના નેતૃત્વમાં અવામી લીગે 1986માં ચૂંટણીમાં ભાગ લીધો હતો. શેખ હસીના સંસદમાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા.

શેખ હસીના 1996માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા

શેખ હસીના 1996માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા. તેમણે 2001 સુધી સત્તા સંભાળી હતી. આ પછી, તે 2008 માં ફરીથી પીએમ બન્યા. ત્યાર બાદ, તે 2014, 2018 અને 2024 માં પણ સામાન્ય ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા.

અનામતને લઈને હિંસા ફાટી નીકળી

અનામતને લઈને હાઈકોર્ટના નિર્ણય બાદ બાંગ્લાદેશમાં તાજેતરની હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 300 લોકોના મોત થયા છે. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના અનામતના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. આમ છતાં બાંગ્લાદેશમાં હિંસા અને વિરોધ અટક્યા નથી. પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે ઢાકામાં માર્ચ પણ કાઢી હતી. 5 ઓગસ્ટે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો-----BangladeshViolence : ભાજપના નેતાનો દાવો..બાંગ્લાદેશી હિન્દુઓ.....

Tags :
Advertisement

.