ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : બોમ્બની ધમકી મળતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Ahmedabad : અકાસા એરના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ અમદાવાદ (Ahmedabad ) પોલીસની મદદથી વિમાનમાં ચકાસણી કરી હતી. વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું. ઇમરજન્સી લેન્ડિગ દિલ્હીથી મુંબઇ જતી અકાસા એરની ફ્લાઇટમાં બોમ્બ...
12:13 PM Jun 03, 2024 IST | Vipul Pandya
bomb threat

Ahmedabad : અકાસા એરના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ અમદાવાદ (Ahmedabad ) પોલીસની મદદથી વિમાનમાં ચકાસણી કરી હતી. વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું.

ઇમરજન્સી લેન્ડિગ

દિલ્હીથી મુંબઇ જતી અકાસા એરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી જેથી વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું હતું. ઘટના અંગે એરપોર્ટ સુરક્ષાકર્મીઓને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ પણ એરપોર્ટ પર પહોંચી હતી.

ડોગ સ્ક્વોર્ડની મદદથી વિમાનમાં ચકાસણી

વિમાનના ઇમરજન્સી લેન્ડિગ બાદ તુરત જ ડોગ સ્ક્વોર્ડની મદદથી વિમાનની અંદર સઘન ચકાસણી કરાઇ હતી. બોમ્બ હોવાની જાણ થતાં તુરત જ વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાયું હતું.

બોમ્બ હોવાની વાત અફવા

હાલ તો બોમ્બ હોવાની વાત અફવા ગણાવાઇ રહી છે. સુરક્ષાકર્મીઓ વિમાનની સઘન તપાસ કરી રહી છે. આ પ્લેનમાં 186 પેસેન્જર અને 7 ક્ર્રું મેમ્બર સવાર હતા.  હાલમાં આ ફ્લાઈટ નું ચેકિંગ કરાઇ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ ઉપર તમામ પેસેન્જર ને ફ્લાઈટમાંથી ઉતારી ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

આ પણ વાંચો----- નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું હવે થયું મોંઘું, પરંતુ ગુજરાતના આ એકમાત્ર TOLL ઉપર ભાવ વધારો નથી પડયો લાગુ

આ પણ વાંચો---- Junagadh : પોલીસની 5 ટીમોના દરોડા પણ ગણેશ ગોંડલ હજું પકડાતો નથી

આ પણ વાંચો---- Junagadh: 24 કલાકમાં ગણેશ ગોંડલની ધરપકડ કરાય નહીં તો જૂનાગઢ શહેર બંધ કરીશું

આ પણ વાંચો---- રાજકોટ અગ્નિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, TRP ગેમ ઝોન મામલે સામે આવ્યા પુરાવા

આ પણ વાંચો---- Ahmedabad: સગીરાની મરજી હોય તો શારીરિક સંબંધ ગેરકાયદેસર ગણાય, આરોપીને 10 વર્ષની સજા

આ પણ વાંચો---- Jamkandorana : તાંત્રિક વિધિના નામે વેપારી સાથે કરાઇ 13 લાખની છેતરપિંડી, વાંચો અહેવાલ

Tags :
AhmedabadAhmedabad AirportBomb ThreatEmergency LandingFlight CheckingGujaratGujarat FirstSecurity
Next Article