Devendra Fadnavis કરતા તેમની પત્ની વધુ પૈસાદાર...
- મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે નાગપુર સાઉથ વેસ્ટ સીટ પરથી પોતાનું ફોર્મ ભરીને ચૂંટણી ઉમેદવારી નોંધાવી
- અમૃતા ફડણવીસ પાસે તેમના પતિ કરતા વધુ આવક અને સંપત્તિ
- નાયબ મુખ્ય પ્રધાન અને તેમની બેન્કર પત્ની અમૃતાની આવક છેલ્લા દસ વર્ષમાં અનેક ગણી વધી
Devendra Fadnavis : મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)શુક્રવારે નાગપુર સાઉથ વેસ્ટ સીટ પરથી પોતાનું ફોર્મ ભરીને ચૂંટણી ઉમેદવારી નોંધાવી હતી. ફડણવીસની એફિડેવિટ પર નજર કરીએ તો મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને તેમની બેન્કર પત્ની અમૃતાની આવક છેલ્લા દસ વર્ષમાં અનેક ગણી વધી છે. નાણાકીય વર્ષ 2014-15માં ફડણવીસની આવક 1.24 લાખ રૂપિયા હતી, જ્યારે તેમની પત્નીની આવક 18.27 લાખ રૂપિયા હતી. નાણાંકીય વર્ષ 2023-24માં તે વધીને અનુક્રમે રૂ. 38.73 લાખ અને રૂ. 79.30 લાખ થઈ ગઇ છે.
ફડણવીસ પર 62 લાખ રૂપિયાની લોન
ચૂંટણી એફિડેવિટ્સ અનુસાર, ફડણવીસે 2019-20 અને 2023-24 વચ્ચે 1.66 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે તેમની પત્નીએ આ જ સમયગાળામાં 5.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફડણવીસ પર 62 લાખ રૂપિયાની લોન પણ છે, જ્યારે તેમની સામે ચાર ફોજદારી કેસ પણ છે.
આ પણ વાંચો---Maharashtra Elections : શાહનો કડક સંદેશ, બળવાખોરોને ગઠબંધનમાં કોઈ સ્થાન નહીં
ફડણવીસ અને અમૃતા પાસે કાર નથી
અમૃતા ફડણવીસ પાસે તેમના ડેપ્યુટી સીએમ પતિ કરતા વધુ આવક અને સંપત્તિ છે. 2019 અને 2024 માટેના સોગંદનામા દર્શાવે છે કે પતિ-પત્નીએ મળીને રૂ. 4.57 કરોડથી વધુની કમાણી કરી છે, જ્યારે દંપતી પાસે રૂ. 13.27 કરોડની સંપત્તિ છે, જેમાં જમીન ઉપરાંત રૂ. 99 લાખની કિંમતનું 1.35 કિલો સોનું છે. જોકે બંને પાસે કોઈ કાર નથી.
અમૃતા ફડણવીસે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં જંગી રોકાણ કર્યું છે
ચૂંટણી એફિડેવિટ મુજબ અમૃતા ફડણવીસે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં જંગી રોકાણ કર્યું છે. અને છેલ્લા પાંચ વર્ષમાં તેમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અમૃતા પાસે 2019માં 2.33 કરોડ રૂપિયાના શેર અને મ્યુચ્યુઅલ ફંડ હતા, જે 2024માં વધીને 5.62 કરોડ રૂપિયા થઈ ગયા છે.
ફડણવીસ એક ખેડૂત તરીકે ઓળખાય છે
2019 માં, ફડણવીસ પાસે 45.94 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ હતી, જ્યારે તેમની પત્ની પાસે 3.39 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ હતી. 2024 સુધીમાં બંનેની સંયુક્ત સંપત્તિ વધીને 7.52 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફડણવીસ પાસે 3.78 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી, જ્યારે તેમની પત્ની પાસે 2019માં 99.39 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. પાંચ વર્ષમાં બંનેની સંયુક્ત સંપત્તિ વધીને 5.63 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
તેમની પત્ની પ્રોફેશનલ છે
એફિડેવિટ અનુસાર, 2014માં સીએમ બનેલા ફડણવીસ એક સામાજિક કાર્યકર અને ખેડૂત તરીકે જાણીતા છે, જ્યારે તેમની પત્ની પ્રોફેશનલ છે. દસ્તાવેજો અનુસાર, અમૃતાએ છેલ્લા પાંચ વર્ષમાં ડેપ્યુટી સીએમ કરતાં ઘણી વધુ કમાણી કરી છે. 1992માં કાયદાની ડિગ્રી પૂર્ણ કરનાર ફડણવીસે બર્લિન યુનિવર્સિટીમાંથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ટેકનોલોજીમાં MBA કર્યું છે.
આ પણ વાંચો---ચૂંટણી ટાણે Maharashtra Politicsમાં ગરમાવો, આ નેતા જોડાયા NCP માં