Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'Ekta' Sammelan : પદ્મિનીબા અને અર્જુનસિંહે એકબીજાને માર્યાં શબ્દોના બાણ! સંમેલનમાં જ હોબાળો

રાજપૂત સમાજનાં 'એકતા' સંમેલનમાં હોબાળો અમારું સન્માન જાળવવામાં નથી આવતું: પદ્મિનીબા અર્જુનસિંહ ગોહિલ સાથે મારે ખટરાગ છેઃ પદ્મિનીબા પદ્મિનીબા વાળા સભ્યતા ચુક્યા છે: અર્જુનસિંહ અમદાવાદનાં (Ahmedabad) ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત વિદ્યા સભા ખાતે આજે સમસ્ત રાજપૂત સમાજનું એકતા' સંમેલન...
 ekta  sammelan   પદ્મિનીબા અને અર્જુનસિંહે એકબીજાને માર્યાં શબ્દોના બાણ  સંમેલનમાં જ હોબાળો
  1. રાજપૂત સમાજનાં 'એકતા' સંમેલનમાં હોબાળો
  2. અમારું સન્માન જાળવવામાં નથી આવતું: પદ્મિનીબા
  3. અર્જુનસિંહ ગોહિલ સાથે મારે ખટરાગ છેઃ પદ્મિનીબા
  4. પદ્મિનીબા વાળા સભ્યતા ચુક્યા છે: અર્જુનસિંહ

અમદાવાદનાં (Ahmedabad) ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત વિદ્યા સભા ખાતે આજે સમસ્ત રાજપૂત સમાજનું એકતા' સંમેલન ('Ekta' Sammelan) યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ભાવનગરનાં (Bhavnagar) મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. જ્યારે બીજી તરફ સમાજમાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને અર્જુનસિંહ ગોહિલ વચ્ચે ભારે ખટરાગ જોવા મળ્યો હતો. બંનેએ એકબીજા પર આક્ષેપ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Rajkot: પારડી હાઈવે પર કનૈયા હોટલમાં યુવક પર આવારા તત્વોએ કર્યો છરી વડે હુમલો, ઘટના CCTV માં કેદ

Advertisement

અમારું સન્માન જાળવવામાં આવતું નથી : પદ્મિનીબા

અમદાવાદનાં ગોતા (Gota) વિસ્તારમાં આવેલા રાજપૂત વિદ્યા સભા ખાતે આજે સમસ્ત રાજપૂત સમાજનું એકતા' સંમેલન ('Ekta' Sammelan) યોજાયું હતું, જેમાં પદ્મિનીબા વાળા (Padminiba Vala) અને અર્જુનસિંહ ગોહિલ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબા વાળાએ જબરદસ્ત હોબાળો કર્યો હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, અમારું સન્માન જાળવવામાં આવતું નથી. તેમણે કહ્યું કે, એક વ્યક્તિ સાથે જ મને પર્સનલ વાંધો છે. અર્જુનસિંહ ગોહિલ સાથે મારે ખટરાગ છે. આંદોલનમાં પણ અર્જુનસિંહ નડતર બન્યા હતા. અમે તો એકતા માટે જ અહીંયા આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Gondal ડિવિઝન પોલીસ દ્વારા 61.70 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો, 67 જગ્યાએ પાડી હતી રેડ

મન ફાવે તેમ બોલવાથી મોટું નથી થવાતું : અર્જુનસિંહ

જ્યારે બીજી તરફ અર્જુનસિંહ ગોહિલે (Arjunsinh Gohil) પદ્મિનીબાનાં આક્ષેપોનો જવાબ આપતા વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પદ્મિનીબા વાળા સભ્યતા ચુક્યા છે. સમાજમાં સેવાથી આગળ વધાય છે. પદ્મિનીબાને સ્ટેજ જોઈતું હતું. અર્જુનસિંહે કહ્યું કે, પદ્મિનીબા કઈ સંસ્થાનાં આગેવાન છે ? પદ્મિનીબા પાસે એવો કોઈ હોદ્દો નથી કે સન્માન સાથે સ્ટેજ મળે. નક્કી થયું હતું તે બધાને સ્ટેજ આપ્યું છે. દરેક સમાજમાં આવા કેટલાક લોકો હોય છે. એકતાની વાત થતી હોય ત્યારે આવું વર્તન યોગ્ય નહીં. અર્જુનસિંહે કહ્યું કે, મન ફાવે તેમ બોલવાથી મોટું નથી થવાતું. જણાવી દઈએ કે રાજપૂત ક્ષત્રિય સમાજનાં (Rajput Samaj) એકતા સંમેલનમાં ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહજીની (Maharaja Vijayrajsinhji) પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહારાજા વિજયરાજસિંહજી અને દાંતા સ્ટેટના રિદ્ધિ રાજસિહજી સહિત અગ્રણીઓનું સન્માન કરાયું હતું.

આ પણ વાંચો - Ahmedabad : તોડકાંડમાં કથિત પત્રકાર જોડીને બચાવવા પોલીસ જ પ્રયત્નશીલ

Tags :
Advertisement

.