Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ek Pad Main Ke Naam : આજે ઈડરમાં 10 હજારથી વધુ સરગવાનાં છોડનું વાવેતર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી દેશમાં 'એક પેડ માં કે નામ' (Ek Pad Main Ke Naam) અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાનાં ઈડર તાલુકામાં 10 હજારથી વધુ સરગવાનાં છોડનું વાવેતર કરવામાં આવશે. માહિતી...
ek pad main ke naam   આજે ઈડરમાં 10 હજારથી વધુ સરગવાનાં છોડનું વાવેતર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી દેશમાં 'એક પેડ માં કે નામ' (Ek Pad Main Ke Naam) અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાનાં ઈડર તાલુકામાં 10 હજારથી વધુ સરગવાનાં છોડનું વાવેતર કરવામાં આવશે. માહિતી મુજબ, પાંજરાપોળની માતૃશ્રી હીરાબા સરગવા વાટિકામાં (Matrushri Heeraba Sargwa Vatika) છોડનું વાવેતર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે આ સંસ્થાની મુલાકાત લેશે.

Advertisement

આ પણ વાંચો -Congress Nyay Yatra : આજે મોરબીથી શરૂઆત, Gujarat First ની પીડિત પરિવારો સાથે ખાસ વાતચીત

આજે CM માતૃશ્રી હીરાબા સરગવા વાટિકાની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિશ્વ પર્યાવરણ દિવસ 2024' (World Environment Day 2024) પર 'એક પેડ માં કે નામ' અભિયાનની શરૂઆત કરી હતી. આ ઝુંબેશ હેઠળ આજે સાબરકાંઠા જિલ્લાનાં ઈડર (Idar) તાલુકામાં 10 હજારથી વધુ સરગવાનાં છોડનું (Sargava Trees) વાવેતર કરવામાં આવશે. માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પાંજરાપોળની (Panjarapol) માતૃશ્રી હીરાબા સરગવા વાટિકાની મુલાકાત લેશે. અહીં, મુખ્યમંત્રી સરગવાનાં છોડનું વાવેતર પણ કરશે. જણાવી દઈએ કે, સરગવો કુપોષિત બાળકો માટે પોષક તત્વોનો ભંડાર સમાન હોય છે.

Advertisement

આ પણ વાંચો -World Tribal Day : રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી, CM અને ગૃહરાજ્યમંત્રી વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Advertisement

અગાઉ ગાંધીનગરમાં કરી હતી અભિયાનની શરૂઆત

માહિતી છે કે, સરગવાનાં પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે. સાથે જ સરગવાનું વાવેતર સંસ્થાને આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થશે. જણાવી દઈએ કે, અગાઉ ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'એક પેડ માં કે નામ' (Ek Pad Main Ke Naam) અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સેક્ટર 3A ખાતે આવેલી આંગણવાડીથી આ અભિયાનનો પ્રારંભ થયો હતો. આ નિમિત્તે મહિલા બાળ વિકાસમંત્રી ભાનુંબેન બાબરિયા પણ હાજર રહ્યાં હતા.

આ પણ વાંચો -Narmada : આજે ગરૂડેશ્વર અને કેવડિયા બંધ, બે આદિવાસી યુવકોના મોત બાદ રાજકારણ ગરમાયું

Tags :
Advertisement

.