Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EEE Virus : ફરી લોકડાઉન લાગુ! આ 4 શહેરોમાં સાંજે 6 વાગ્યા પછી બહાર જવા પર પ્રતિબંધ...

અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું Oxford Board of Health દ્વારા કરવામાં આવી અપીલ સાંજે 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ કોવિડ-19 દરમિયાન આખી દુનિયાએ લોકડાઉન જોયું. આ સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોમાં કેદ રહ્યા હતા. આ...
eee virus   ફરી લોકડાઉન લાગુ  આ 4 શહેરોમાં સાંજે 6 વાગ્યા પછી બહાર જવા પર પ્રતિબંધ
  1. અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
  2. Oxford Board of Health દ્વારા કરવામાં આવી અપીલ
  3. સાંજે 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ

કોવિડ-19 દરમિયાન આખી દુનિયાએ લોકડાઉન જોયું. આ સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોમાં કેદ રહ્યા હતા. આ રોગે ઘણા પરિવારોને બરબાદ કર્યા અને ઘણા લોકોની નોકરી છીનવી લીધી. અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ વખતે તેના લગાવવાનું કારણ મચ્છર બન્યા છે. બુધવારે ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થે (Oxford Board of Health) લોકોને અપીલ કરી હતી.

Advertisement

EEE Virus મચ્છરના કારણે ફેલાય છે...

ઇસ્ટર્ન ઇક્વિન એન્સેફાલીટીસ (EEE) એ વાયરલ રોગ છે જે ચોક્કસ પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે. EEE ને હાલમાં ઉભરતી બીમારી ગણવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, વાર્ષિક 6 થી 8 કેસ નોંધાય છે. હાલમાં, તેનો પ્રકોપ મોટાભાગે મેસેચ્યુસેટ્સના ચાર શહેરોમાં જોવા મળ્યો છે. જેમાં ડગ્લાસ, ઓક્સફર્ડ, સટન અને વેબસ્ટરના નામ સામેલ છે. આ શહેરોમાં સાંજના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સાંજના સમયે જ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આ કારણથી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : Russia: જેલમાં ISIS કેદીઓએ કર્યું ફાયરિંગ, 8 ના મોત

Virus ના લક્ષણો...

ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થે (Oxford Board of Health) તેની અપીલમાં લોકોને વોટિંગ કરાવ્યું. તે જાણવા માંગતા હતા કે તેના નિર્ણયને કેટલા લોકોએ ટેકો આપ્યો. સાંજે 6 વાગ્યા પછી ઘરની અંદર જ રહેવાનું જણાવ્યું હતું. રોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રોગ પહેલા ઘોડાઓમાં ફેલાય છે, ત્યાંથી તે મચ્છરોમાં ફેલાય છે અને મચ્છરથી તે માણસોમાં પહોંચે છે. આ રોગના લક્ષણો એકદમ સામાન્ય છે. EEE માં તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, સખત ગરદન, હુમલા, વર્તનમાં ફેરફારનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો : Justib Biber ના ઘરે જન્મ્યો ચિરાગ, સોશિયલ મીડિયા ઉપર કરી જાહેરાત

સાંજે 6 વાગ્યા બાદ લોકડાઉન લાગુ...

EEE અટકાવવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ અંગે એમડી એડવર્ડ લિયુ કહે છે કે મચ્છર કરડવાથી બચવું એ આ રોગથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે વધુમાં કહ્યું કે સાંજનું લોકડાઉન આ રોગથી બચવાનો બીજો રસ્તો છે. આ માટે મચ્છરોની સંખ્યામાં વધારો થાય તેવું કામ ન કરવું જોઈએ અથવા તો મચ્છરો મારવા માટે દવાનો છંટકાવ કરવો જોઈએ. આ વાયરલ એન્સેફાલીટીસ માટે કોઈ ઈલાજ નથી, તેથી નિવારણ અને સહાયક સંભાળ એ એકમાત્ર ઉપાય છે.

આ પણ વાંચો : Germany :સોલિંગનમાં ફેસ્ટિવલમાં થયેલા હુમલામાં 3 ના મોત

Tags :
Advertisement

.