Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં હવે દવાઓની પણ અછત, હેલ્થ ઇમરજન્સી જાહેર

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે દવાની ભારે અછત છે. મંગળવારે શ્રીલંકામાં સ્વાસ્થ્ય ઇમરજન્સીની જાહેર કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે 'દર્દીઓના જીવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પણ ફેબ્રુઆરીમાં સરકારે જાહેર આરોગ્ય સેવાઓને આવશ્યક સેવા જાહેર કરી હતી'. દવાઓ ઉપરાંત શ્રીલંકામાં નાગરિકો વીજળી જેવી પાયાની સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.દરà
શ્રીલંકામાં હવે દવાઓની પણ અછત  હેલ્થ ઇમરજન્સી જાહેર
શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે દવાની ભારે અછત છે. મંગળવારે શ્રીલંકામાં સ્વાસ્થ્ય ઇમરજન્સીની જાહેર કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે 'દર્દીઓના જીવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પણ ફેબ્રુઆરીમાં સરકારે જાહેર આરોગ્ય સેવાઓને આવશ્યક સેવા જાહેર કરી હતી'. દવાઓ ઉપરાંત શ્રીલંકામાં નાગરિકો વીજળી જેવી પાયાની સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.
દર્દીઓના જીવ બચાવવા માટે ઇમરજન્સી જાહેર
ગવર્નમેન્ટ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન (GMOA)ની ઈમરજન્સી કમિટીની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. બેઠક દરમિયાન ઇમરજન્સી એક્ટના અમલીકરણ અને દવાઓની ભારે અછત અંગે ચર્ચા કરવામાં આવી હતી. સેક્રેટરી ડો. શાનેલ ફર્નાન્ડોએ કહયું હતું કે 'દર્દીઓના જીવ બચાવવા માટે ઇમરજન્સી આરોગ્ય સ્થિતિ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે'. GMOAએ ખુલાસો કર્યો કે સરકારના નબળા સંચાલનને કારણે દેશમાં દવાઓની ભારે અછત થશે. 
ડૉ. ફર્નાન્ડોએ કહ્યું, 'સ્વાસ્થ્ય સેવાઓને આવશ્યક જાહેર કર્યા પછી, સરકારે દેશમાં આવશ્યક દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈતો હતો.' તેથી, સરકાર અને આરોગ્ય મંત્રાલયે ઇમરજન્સી દવાઓની અછત માટે સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ,' આર્થિક સંકટનો સામનો કરવાના સરકારના પ્રયાસો સામે જનતા નારાજગી વ્યક્ત કરી રહી છે. કોલંબોમાં વિરોધ ફાટી નીકળ્યા બાદ શ્રીલંકાએ ત્રણ દિવસના કર્ફ્યુની જાહેરાત કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.