ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RMC : ખાદ્ય તેલની જાણીતી બ્રાન્ડના સેમ્પલ લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય તેલના નમુના લેવામાં આવ્યા અલગ અલગ વિસ્તારોમાં આવેલી એજન્સીમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી આરોગ્ય વિભાગે જે ખાદ્ય તેલના નમુના લીધા છે તેમાં જાણીતી બ્રાન્ડનો સમાવેશ RMC : તહેવારો ટાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ...
10:02 AM Oct 16, 2024 IST | Vipul Pandya
RMC

RMC : તહેવારો ટાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મોટા શહેરોના મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC ) ના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલના નમુના લેવામાં આવ્યા છે જેમાં જાણીતી બ્રાન્ડના તેલના નમુનામો પણ સમાવેશ થાય છે.

સ્થળ પર જ ખાદ્ય પદાર્થમાં ભેળસેલ છે કે કેમ તેની ચકાસણી કરવાની સુવિધા નથી

જો કે અત્યારે જે સેમ્પલીંગ કરાઇ રહ્યું છે તે શંકાના આધારે કરવામાં આવી રહ્યું છે. સ્થળ પર જ ખાદ્ય પદાર્થમાં ભેળસેલ છે કે કેમ તેની ચકાસણી કરવાની સરકાર પાસે કોઇ જ સુવિધા નથી જેથી આરોગ્ય વિભાગ દ્વારા નમુના લઇને તેની ચકાસણી કરવા મોકલવામાં આવે છે અને આ રિપોર્ટ મોડા આવતા હોય છે. તહેવારો પૂર્ણ થઇ ગયા હોય અને લોકોને જે તે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ પણ કરી લીધો હોય ત્યારે ખાદ્ય પદાર્થોનો રિપોર્ટ આવતો હોય છે અને તેથી સામાન્ય લોકોને કોઇ ફાયદો થતો નથી અને જે નુકશાન થવાનું હોય છે તે થઇ ચુક્યું હોય છે.

આ પણ વાંચો---Mehsana LCB : બોલો...હવે જીરું અને વરિયાળી પણ નકલી...

અલગ અલગ વિસ્તારોમાં આવેલી એજન્સીમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી

તહેવારો સમયે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અગાઉ મીઠાઇની ચકાસણી કરાઇ હતી અને હવે ખાદ્ય તેલના નમુના લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સૌરાષ્ટ્રની જાણીતી ખાદ્ય તેલની બ્રાન્ડના નમુના લીધા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી એજન્સીમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી.

જાણીતી બ્રાન્ડનો સમાવેશ

આરોગ્ય વિભાગે જે ખાદ્ય તેલના નમુના લીધા છે તેમાં રાણી ગોલ્ડ ફિલ્ટર,ગુલાબ ગોલ્ડ ફિલ્ટર,ગુડ લાઈફ ફિલ્ટર,એક્સ્ટ્રા ઓલિવ ઓઇલ, ફોર્ચ્યુન કાચી ઘાણી પ્યોર ઓઇલ, ઉમા પુત્ર તલનું ઓઇલ, ન્યુટ્રેલા કાચી ઘાણી ઓઇલ,અપ્પુ મસ્ટર્ડ ઓઇલ, શ્રીગીતા અલ્ટ્રા લાઈફ રિફાઇન કોટન ઓઇલ, પાયલ પ્યોર ગ્રાઉન્ડનટ ઓઇલ, કાકા કોટન સહિતની મોટી બ્રાન્ડના નમુનાનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા એક સાથે અનેક મોટી બ્રાન્ડના નમુના લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો---Gandhinagar: દહેગામના ગલુદર ગામમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી, અંદાજે 822 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

Tags :
edible oilEdible Oil SamplesfestivalsFood and Drugs DepartmentGujaratGujarat FirstHealth DepartmentRajkot Municipal CorporationRMC
Next Article