Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિપોરજોય સંકટ વચ્ચે ઉત્તર ભારતમાં આવ્યો ભૂકંપ

દેશમાં એક તરફ બિપોરજોય વાવાઝોડાનું સંકટ હજું ઉભું જ છે ત્યારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરમાં ડોડા હતું. પ્રાથમિક માહિતી અનુસાર હિમાચલ,...
03:19 PM Jun 13, 2023 IST | Hardik Shah

દેશમાં એક તરફ બિપોરજોય વાવાઝોડાનું સંકટ હજું ઉભું જ છે ત્યારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરમાં ડોડા હતું. પ્રાથમિક માહિતી અનુસાર હિમાચલ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી

ભારત ઉપરાંત ચીન અને પાકિસ્તાનમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણ પૂર્વમાં રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિલ્હી-એનસીઆર, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. ભૂકંપ 1.33 કલાકે આવ્યો હતો. અગાઉ માર્ચ મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 હતી. ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.

શાળાના બાળકો ગભરાયા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે, જમ્મુ અને કાશ્મીરના ડોડામાં રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિલ્હી અને ઉત્તર ભારતના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શ્રીનગરના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે ભૂકંપના કારણે શાળાના બાળકો ડરી ગયા હતા, દુકાનોમાં રહેલા લોકો બહાર આવી ગયા. ગયા અઠવાડિયે પણ એવું જ થયું હતું. આજના આંચકા વધુ મજબૂત હતા. આવું છેલ્લા કેટલાય મહિનાઓથી સતત થઈ રહ્યું છે.

આ પણ વાંચો – Cyclone Biparjoy : પ્રદેશ પ્રમુખ CR Patil એ ભાજપના તમામ કાર્યકરોને મેદાને ઉતરવા આપી સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Biparjoy CycloneChinaDelhi-NCR EarthquakeearthquakeJammu-KashmirPakistan
Next Article