Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દ્વારકા જગતમંદિરમાં હવે ટૂંકાં વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ, મંદિર બહાર લગાવાયા બેનર

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા હોય છે. ત્યારે હવે દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો છે. મંદિરમાં આવતા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ...
02:53 PM Jul 14, 2023 IST | Hiren Dave

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા હોય છે. ત્યારે હવે દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો છે. મંદિરમાં આવતા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામા આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલ હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે

મંદિરના બહાર બોર્ડ મૂકાયું કે, ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલ હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરવા બેનરો મંદિરોમાં વિવિધ સ્થળે લગાવવામાં આવ્યા છે. સ્થાનીક તંત્ર, હોટેલ માલિકો, રીક્ષા ચાલકો તેમજ સ્થાનિક નાગરીકો પણ આવતા પ્રવાસીઓને આ નિર્ણય અંગે માહિતગાર કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના કયા મંદિરોમાં છે આવો પ્રતિબંધ

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. તો શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામા આવે છે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવક-યુવતીઓ પાશ્ચાત્ય પહેરવેશના મોહમાં, ફેશનેબલ દેખાવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ થાય છે. પરિણામે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. દેશના અનેક મંદિરોમાં એવા નિયમો છે કે, જેમનું શરીર ૮૦ ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. તો વિવિધ મંદિરોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે. મંદિરના સત્તાવાળાઓ ભક્તોને વિનંતી કરે છે કે, મહેરબાની કરીને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતા નહીં. જોકે કોઈ ભાવિક મીની સ્કર્ટ કે બર્મુડા પહેરીને આવી જાય તો કેટલાક મંદિરોમાં પીતાંબર અને ધોતીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામા આવે છે.

આ પણ  વાંચો-AHMEDABAD: પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ દીકરી પર દુષ્કર્મનો કર્યો પ્રયાસ ,નરાધમ પિતાની ધરપકડ

 

Tags :
DwarkaDwarka TempleHistoryShort dress banTravelers decide
Next Article