ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka: ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયા

દ્વારકામાં ઈન્કમટેકસ ઇન્સ્પેકટર જ લાંચ લેતા ઝડપાયા ACBની જલમા ઈન્કમટેકસ ઇન્સ્પેકટર ફસાયો હતો પાન કાર્ડ રદ કરવા ઇન્સ્પેકટરે 3 હજારની લાંચ માંગી હતી Dwarka:દ્વારકા( Dwarka)માં ઇન્કમટેક્સ (Income Tax )ઇન્સ્પેક્ટર ત્રણ હજારની લાંચ (taking bribe)લેતા રંગેહાથ ઝડપાયાં છે. એક જાગૃત...
10:16 PM Sep 24, 2024 IST | Hiren Dave

Dwarka:દ્વારકા( Dwarka)માં ઇન્કમટેક્સ (Income Tax )ઇન્સ્પેક્ટર ત્રણ હજારની લાંચ (taking bribe)લેતા રંગેહાથ ઝડપાયાં છે. એક જાગૃત નાગરિક દ્વારા ACBમાં રૂપિયા ત્રણ હજારની લાંચની ફરીયાદ કરવામાં આવી હતી. ફરીયાદીનું પાન કાર્ડ ખોવાઈ જતા બીજું પાન કાર્ડ (PAN card)ઓનલાઇન કઢાવેલ દરમિયાન બીજું પાન કાર્ડ મળી આવેલ. જેથી ફરીયાદી પાસે બે પાન કાર્ડ થઈ જતાં નવું પાન કાર્ડ રદ કરવા જતાં દ્વારકાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનીલ કુમાર મીનાએ રૂપિયા ત્રણ હજારની લાંચ માગેલ હતી.

ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર રંગેહાથ લાંચ ઝડપાયો

આ બાબતે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા ફરીયાદીને જણાવ્યું કે ત્રણ હજાર રૂપિયા નહીં આપે તો પેનલ્ટી રિચાર્જ તેમજ જેલની સજા થઈ શકે તેમ છે. આ સમગ્ર બાબતે ફરિયાદી દ્વારા જામનગર ACB ને જાણ કરતા જામનગર એસીબી દ્વારા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરને ₹3,000 ની રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

આ પણ  વાંચો -Vadodara: પોલીસની કામગીરી સુધરે તો ગુનાઓ રોકવામાં સફળતા મળે: DGP

અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માગી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માગી હતી. જેથી કરીને એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતી અને આરોપીને પકડી લીધો હતો. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં આરોપીને પાંચ વર્ષની સજા કોર્ટે ફટકારી છે. હકીકતે આ સમગ્ર મામલો 17 માર્ચ 2014નો છે. જેમાં ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈ હેડાઉના ભાભી પૂજાને તેના પતિ પાસે નૈરોબી જવાનું હતું. આ માટે તેમણે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી. જેના માટે પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. પુજાબેનને 17 માર્ચ 2014ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.

Tags :
3 thousandACB TrapAN cardCanceldemandedDwarkaIncome Tax InspectorInspectortaking bribe
Next Article
Home Shorts Stories Videos