ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dussehra 2024 : ફાફડા-જલેબીનાં ભાવમાં 20 ટકાનો વધારો! જાણો ભાવ, રાજ્યભરમાં શસ્ત્રપૂજન

આજે દશેરા પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી ફાફડા જલેબી ની જ્યાફત માણવા દુકાનો બહાર લાંબી લાઇન દશેરા નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં શસ્ત્રપૂજનું આયોજન કરાયું ક્ષત્રિય સમાજ દ્વારા આજે શસ્ત્રપૂજા કરવા વિશેષ કાર્યક્રમ દશેરા પર્વની (Dussehra 2024) આજે ગુજરાત સહિત દેશભરમાં...
11:28 AM Oct 12, 2024 IST | Vipul Sen
  1. આજે દશેરા પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી
  2. ફાફડા જલેબી ની જ્યાફત માણવા દુકાનો બહાર લાંબી લાઇન
  3. દશેરા નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં શસ્ત્રપૂજનું આયોજન કરાયું
  4. ક્ષત્રિય સમાજ દ્વારા આજે શસ્ત્રપૂજા કરવા વિશેષ કાર્યક્રમ

દશેરા પર્વની (Dussehra 2024) આજે ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના દિવસે ગુજરાતમાં ફાફડા-જલેબીની (Fafda-Jalebi) જ્યાફત માનવાની પરંપરા છે. સાથે જ દશેરાનાં દિવસે શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ (Rajkot) સહિતનાં વિવિધ જિલ્લાઓમાં આજે ફાફડા-જલેબીની દુકાનો બહાર વહેલી સવારથી લાંબી લાઇન લાગી છે. સાથે જ શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવી છે.

ફાફડા-જલેબી ખરીદવા વહેલી સવારથી લોકોની લાંબી લાઇન

અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) અને રાજકોટ સહિત રાજ્યભરમાં દશેરા નિમિત્તે ફરસાણની દુકાન બહાર ફાફડા-જલેબી ખરીદવા માટે વહેલી સવારથી લોકોની લાંબી લાઇન જોવા મળી છે. સહ પરિવાર જોડે ફાફડા-જલેબીની જ્યાફત માણવા લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. દશેરાના દિવિસે ગુજરાતમાં કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબીનું વેચાણ થતું હોય છે. ફાફડા-જલેબીની ખરીદી કરવા દુકાન બહાર સવારથી જ ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો - Gandhinagar : રૂપાલ ગામે ઐતિહાસિક પલ્લી યાત્રા સંપન્ન, 5 હજાર વર્ષથી ચાલી રહી છે અવિરત પરંપરા, જુઓ Video

ગત વર્ષની કરતા ભાવમાં 20 ટકાનો વધારો

દશેરા નિમિત્તે (Dussehra 2024) ફાફડા-જલેબીની માગ વધી જતાં કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિ કિલોનાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, અમદાવાદમાં ગત વર્ષ કરતા ફાફડા-જલેબીનાં ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. ફાફડા 1100 રૂપિયા અને જલેબી 1300 રૂપિયા કિલો ભાવે વેચાણ થઈ રહ્યું છે. આમ, ફાફડા-જલેબીનાં (Fafda-Jalebi) ભાવમાં અંદાજિત રૂ. ૧૨૦ નો વધારો થયો છે. અહેવાલ અનુસાર, આજે ગુજરાતીઓ 1 લાખ કિલો વધુથી ફાફડા-જલેબી આરોગી શકે છે. દર વર્ષે 5 કરોડથી વધુ ફાફડા-જલેબીનું વેચાણ થયું હોય છે. અમદાવાદ શહેરમાં 45 હજાર કિલો ફાફડા-જલેબીનું વેચાણ થઈ શકે છે.

આ પણ વાંચો - Ahmedabad : શહેરમાં વધુ એક HIT and RUN, બેફામ આવતા કારચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા મોત

રાજ્યભરમાં શસ્ત્ર પૂજા કાર્યક્રમોનું આયોજન

બીજી તરફ દશેરાના દિવસે (Dussehra 2024) શસ્ત્રોની પૂજા કરવાનું પણ અનેરું મહત્ત્વ છે. અમદાવાદમાં પોલીસ (Ahmedabad Police) દ્વારા આજે શસ્ત્રોની પૂજા કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર સહિત પોલીસ અધિકારીઓએ હેડ ક્વાર્ટર કચેરી ખાતે શસ્ત્રપૂજન (Shastrapujan) કર્યું છે. જ્યારે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે. રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવી છે.

આ પણ વાંચો - Jamnagar Royal Family: જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ જાહેર કર્યો વારસદાર, ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને સોંપાયો વારસો

Tags :
AhmedabadAhmedabad Police Commissionerdussehra 2024fafda-jalebiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsKSHATRIYA SAMAJLatest Gujarati NewsRAJKOTShastra PujaShastrapujanSuratWorshiping Weapons
Next Article