Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : ગૃહમાં સ્પીચ દરમિયાન BJP ધારાસભ્યને સિનિયર મહિલા અધિકારી પર આવ્યો જબરદસ્ત ગુસ્સો!

વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસનો માહોલ ગરમાયો ચાલુ ભાષણે ભાજપનાં ધારાસભ્યને ગુસ્સો આવ્યો ધારાસભ્ય રમણલાલ વોરાને સ્પીચ દરમિયાન ગુસ્સો આવ્યો વરિષ્ઠ મહિલા અધિકારીને કહ્યું,'બેન તું બેસને મારી બોલવાની લિંક તૂટી જાય છે.' Gandhinagar : ગુજરાત વિધાનસભામાં આજે ચોસામા સત્રનો (Monsoon...
gandhinagar   ગૃહમાં સ્પીચ દરમિયાન bjp ધારાસભ્યને સિનિયર મહિલા અધિકારી પર આવ્યો જબરદસ્ત ગુસ્સો
  1. વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસનો માહોલ ગરમાયો
  2. ચાલુ ભાષણે ભાજપનાં ધારાસભ્યને ગુસ્સો આવ્યો
  3. ધારાસભ્ય રમણલાલ વોરાને સ્પીચ દરમિયાન ગુસ્સો આવ્યો
  4. વરિષ્ઠ મહિલા અધિકારીને કહ્યું,'બેન તું બેસને મારી બોલવાની લિંક તૂટી જાય છે.'

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં આજે ચોસામા સત્રનો (Monsoon Session) છેલ્લો દિવસ હતો. ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર રાજ્ય સરકાર અને વિપક્ષનાં નેતાઓ વચ્ચે 'તૂ તૂ મેં મેં' નાં દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન, ચાલુ ભાષણે ભાજપનાં (BJP) ધારાસભ્યને જબરદસ્ત ગુસ્સો આવ્યો હતો અને તેમણે ગૃહમાં સિનિયર મહિલા અધિકારીને ટોક્યા હતા અને કહ્યું કે, 'બેન તું બેસને મારી બોલવાની લિંક તૂટી જાય છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : 'ગુજરાતમાં ભેંસનાં તબેલામાં યુનિવર્સિટી ચાલે છે', જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી મામલે ઘમાસાણ!

ચાલુ ભાષણે ભાજપનાં ધારાસભ્યને ગુસ્સો આવ્યો

ગાંધીનગરમાં (Gandhinagar) ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) આજે છેલ્લા દિવસે માહોલ ગરમાયો હતો. ચાલુ ભાષણ દરમિયાન ભાજપનાં ધારાસભ્ય રમણલાલ વોરાને (BJP MLA Ramanlal Vora) જબરદસ્ત ગુસ્સો આવ્યો હતો. માહિતી મુજબ, ધારાસભ્યની સ્પીચ વચ્ચે એક સિનિયર મહિલા અધિકારી ઊભા થઈ ગયા હતા. આથી, ધારાસભ્ય રમણલાલ વોરાને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. તેમણે સિનિયર મહિલા અધિકારીને ગૃહમાં કહ્યું કે, 'બેન તું બેસને મારી બોલવાની લિંક તૂટી જાય છે.' જો કે, રમણલાલ વોરાનાં નિવેદન પર ગૃહનાં અધ્યક્ષે કહ્યું કે, તમારી લિંક નહિ તૂટે સ્પીચ ચાલુ રાખો.

Advertisement

આ પણ વાંચો - Junagadh : મારામારીનાં કેસમાં સસ્પેન્ડેડ PI અને કોન્સ્ટેબલ ભાગેડુ જાહેર, જાણો શું છે સમગ્ર મામલો ?

Advertisement

ગૃહમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક પસાર

જણાવી ધઈએ કે, આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા વિધાનસભામાં ગૃહમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક (Gujarat Special Court Bill) રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણી અર્થવ્યવસ્થાને નુકસાન કરતા બુટલેગરો, GST નાં કૌભાંડીઓ, જાહેર સેવકો, રાષ્ટ્ર વિરોધીની પ્રવૃત્તિ કરનારા લોકો, ભુમાફિયાઓ, ડ્રગ માફિયાની સંપત્તિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બનાવવામાં આવ્યો છે. જો કે, સંજોગોની મજબૂરીનાં કારણે અથવા ક્ષણિક આવેગમાં થયેલા કોઇ નાના-મોટા ગુનાઓમાં ફસાયેલા આરોપીઓને આ કાયદો લાગુ પડતો નથી.

આ પણ વાંચો - Ganesh Gondal Case : ધારાસભ્યનાં પુત્ર ગણેશ ગોંડલને રાહત નહીં, હજુ પણ રહેવું પડશે જેલમાં, વાંચો વિગત

Tags :
Advertisement

.