Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar માં પૂરનો ખતરો, શહેરમાં ઘુસ્યા ભાદરના પાણી...

પોરબંદર શહેરમાં ઘૂસ્યા પૂરના પાણી ખાડી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો કુંભારવાડા, જૂબેલી સહિતના વિસ્તારમાં પાણી ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું ભાદર નદીના પાણી સિટીમાં ઘુસ્યા ગઇકાલે ગ્રામ્ય પંથકમાં કહેર મચાવ્યો હતો Porbandar Rain : મેઘરાજાનું તાંડવ પોરબંદર (Porbandar...
porbandar માં પૂરનો ખતરો  શહેરમાં ઘુસ્યા ભાદરના પાણી
  • પોરબંદર શહેરમાં ઘૂસ્યા પૂરના પાણી
  • ખાડી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો
  • કુંભારવાડા, જૂબેલી સહિતના વિસ્તારમાં પાણી
  • ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું
  • ભાદર નદીના પાણી સિટીમાં ઘુસ્યા
  • ગઇકાલે ગ્રામ્ય પંથકમાં કહેર મચાવ્યો હતો

Porbandar Rain : મેઘરાજાનું તાંડવ પોરબંદર (Porbandar Rain ) અને દ્વારકા તથા જામનગર વિસ્તારમાં યથાવત રહ્યું છે. પોરબંદર પર પૂરનો ખતરો ઉભો થયો છે . પોરબંદર શહેરમાં ભાદર નદીના પાણી ઘુસવાનું શરુ થયું છે.

Advertisement

પોરબંદર શહેરમાં પૂરના પાણી ઘુસી ગયા

પોરબંદર શહેરમાં પૂરના પાણી ઘુસી ગયા છે. ખાડી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે. કુંભારવાડા, જૂબેલી સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોને બચાવવા માટે ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. ગઇ કાલે આખી રાત વરસાદે ગ્રામ્ય વિસ્તારમાં કહેર વરતાવ્યો હતો. હવે ભાદર નદીના પાણી પોરબંદર સિટીમાં ઘુસ્યા છે.

Advertisement

આ પણ વાંચો---Jetpur: ભાદર 1 ડેમ સતત ઓવરફ્લો, નીચાણવાળા 22 ગામોને કરાયા એલર્ટ

પોરબંદર પર પૂરનો ખતરો

Advertisement

પોરબંદર પર પૂરનો ખતરો ઉભો થયો છે. શહેરના જામરાવલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાતા અનેક લોકો ફસાયા હોવાનું અનુમાન છે. સ્થાનિક તંત્ર દ્વારા હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરાઇ રહ્યું છે . રોડ પર પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરાયો છે.
પોલીસે સુરક્ષાના ભાગરૂપે બેરિકેટ લગાવી દીધા છે.

જામનગરમાં સતત પાંચમા દિવસે વરસાદ અવિરત

આ તરફ આજે પણ જામનગરમાં સતત પાંચમા દિવસે વરસાદ અવિરત છે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ઓસર્યા છે. સમર્પણ અને એરફોર્સને જોડતા માર્ગ પરનો અંડરબ્રિજ બંધ છે. છેલ્લા ત્રણ દિવસથી અંડરબ્રિજ પાણીમાં ગરકાવ છે જેથી બંને તરફનો વાહનવ્યવહાર ત્રણ દિવસથી બંધ છે.

આ પણ વાંચો---VADODARA : વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવાનું શરૂ, તંત્રને મોટી રાહત

આ પણ વાંચો---VADODARA : સમા વિસ્તારમાંથી સાડા દસ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ

Tags :
Advertisement

.