Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના દરિયામાંથી ફરી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, ગૃહમંત્રીએ NCB-Navy ને પાઠવ્યા અભિનંદન

Congratulates NCB-Navy : ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો 3300 કિ.ગ્રા. હોવાનું સામે આવ્યું છે જે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો છે. જેની કિંમત રૂ. 2000 કરોડથી વધુ છે. ભારતીય નૌકાદળ (Navy)...
ગુજરાતના દરિયામાંથી ફરી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ  ગૃહમંત્રીએ ncb navy ને પાઠવ્યા અભિનંદન

Congratulates NCB-Navy : ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો 3300 કિ.ગ્રા. હોવાનું સામે આવ્યું છે જે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો છે. જેની કિંમત રૂ. 2000 કરોડથી વધુ છે. ભારતીય નૌકાદળ (Navy) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સાથે મળીને મંગળવારે અરબી સમુદ્રમાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક ઈરાની બોટને રોકવામાં આવી હતી અને તેના ક્રૂના પાંચ સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

કેન્દ્રિય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું

રાજ્યના દરિયામાંથી રૂ. 2000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહએ ટ્વીટ કરી સરકાર અને NCB-Navy ની પીઠ થપથપાવી છે. તેમણે ટ્વીટ કર્યું, PM મોદીના ડ્રગ-મુક્ત ભારતના વિઝનને અનુસરીને, અમારી એજન્સીઓએ આજે દેશમાં ડ્રગ્સની સૌથી મોટી ઓફશોર જપ્તી કરવામાં ભવ્ય સફળતા હાંસલ કરી છે. NCB-Navy દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં, અને ગુજરાત પોલીસ દ્વારા 3132 કિલો ડ્રગ્સનું વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું.આ ઐતિહાસિક સફળતા એ આપણા રાષ્ટ્રને ડ્રગ-મુક્ત બનાવવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ પ્રસંગે હું NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું."

Advertisement

Indian Navy એ શું કહ્યું ?

ભારતીય નૌકાદળે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને, આશરે 3300 કિલો પ્રતિબંધિત (3089 કિગ્રા ચરસ, 158 કિલો મેથામ્ફેટામાઇન, 25 કિલો મોર્ફિન) વહન કરતી એક શંકાસ્પદ બોટને અટકાવી હતી, એમ ભારતીય નૌકાદળે જણાવ્યું હતું. આ અત્યાર સુધીની સૌથી વધુ જપ્ત કરાયેલો ડ્રગ્સ છે. અટકાવવામાં આવેલી બોટ અને તેના ક્રૂ મેમ્બર્સ તેમજ પ્રતિબંધિત વસ્તુઓને ભારતીય બંદર પર કાયદા અમલીકરણ એજન્સીઓને સોંપવામાં આવી છે.

Advertisement

પકડાયેલા ડ્રગ્સના જથ્થા સાથે શું છે પાકિસ્તાન કનેક્શન ?

ભારતીય નૌકાદળ તરફથી મળેલી માહિતી અનુસાર ઈરાનથી એક જહાજમાં ડ્રગ્સ લઈ જવાની માહિતી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી દરિયામાં રહ્યા બાદ ભારતીય નૌકાદળે ભારતીય પ્રાદેશિક જળસીમામાં ઘૂસેલા જહાજને અટકાવ્યું હતું. જ્યારે બોટની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ મળી આવ્યો હતો. બોટમાં સવાર 5 ક્રૂ સભ્યોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કબજે કરાયેલી બોટ, ડ્રગ્સ અને 5 શકમંદોને ગુજરાતના પોરબંદર લઈ જવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, બોટની જ્યારે તપાસ કરવામાં આવી તો ત્યા કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું, પરંતુ પકડાયેલા 5 શકમંદો પાકિસ્તાની હોવાની આશંકા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે તેમની પાસેથી ડ્રગ્સ વિશે વધુ માહિતી એકત્રિત કરી રહી છે, ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવાના હતા, ડ્રગ્સ મેળવનાર કોણ હતું અને આ ડ્રગ્સ સાથે વધુ કેટલા લોકો જોડાયેલા છે. જપ્ત કરાયેલા ડ્રગના જથ્થા પર Produce of Pakistan લખેલું છે.

અગાઉ પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાયું

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભારતીય નૌકાદળે અનેક ઓપરેશનમાં ભારતીય દરિયાઈ સીમામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ માફિયાઓ દરિયાઈ માર્ગે ડ્રગ્સ ભારતમાં પહોંચાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે તેમના પ્રયાસો નિષ્ફળ જાય છે.

આ પણ વાંચો - વેરાવળ બંદરેથી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો

આ પણ વાંચો - Porbandar : બોટમાંથી રૂ.2500થી 3 હજાર કરોડનું હજારો કિલો ડ્રગ્સ ઝડપાયું, 4 વિદેશીઓની ધરપકડ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.