Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ

રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ ગુજરાત અને દિલ્હી પોલીસનું અંકલેશ્વરમાં સંયુક્ત ઓપરેશન અંકલેશ્વરમાંથી 562 કિલો કોકેઈન ઝડપાયું Gujarat in DRUGS:ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા માર્ગો થકી અને ખાસ કરીને દરિયાઈ માર્ગો દ્વારા ઘણીવાર ડ્રગ્સ (DRUGS) પકડાયું છે....
રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ
  • રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ
  • ગુજરાત અને દિલ્હી પોલીસનું અંકલેશ્વરમાં સંયુક્ત ઓપરેશન
  • અંકલેશ્વરમાંથી 562 કિલો કોકેઈન ઝડપાયું

Gujarat in DRUGS:ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા માર્ગો થકી અને ખાસ કરીને દરિયાઈ માર્ગો દ્વારા ઘણીવાર ડ્રગ્સ (DRUGS) પકડાયું છે. ત્યારે ફરી એક વાર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર(Ankleshwar)માંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર (Ankleshwar)ની આવકાર ડ્રગ લિમિટેડમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્ર્ગ્સ ઝડપી પાડ્યું છે.તો ચાલો જાણીએ છેલ્લા 3 વર્ષોમાં ગુજરાતમાંથી કેટલું ડ્રગ્સ (DRUGS SEIZED IN LAST 3 YEARS) પોલીસ ઝડપ્યું છે.

Advertisement

દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે સંયુક્ત ઓપરેશન

હજારો કરોડના ડ્રગ્સની રિકવરી મામલે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નશીલા પદાર્થને દિવાળી 2024 અને નવા વર્ષ 2025માં દિલ્હી, યુપી, બિહાર, ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાં પહોંચાડવાનો હતો. પરંતુ આ પહેલાં તપાસ એજન્સીઓએ આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને 'ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન' હેઠળ, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 5 હજાર કરોડ રૂપિયાનું 562 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન 562 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે.

Advertisement

ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું

ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સના (Gujarat in DRUGS)સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્ષ 2022માં જ ગુજરાતમાંથી 27837 કિલોગ્રામ કોઈન-અફીણ સહિતનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં ત્રણ વર્ષમાં 3 ગણું વધી ગયું છે. વર્ષ 2020માં ગુજરાતમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) દ્વારા 11725 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું.

Advertisement

આ પણ  વાંચો -Gujarat Police અને Delhi Police નું સંયુક્ત ઓપરેશન, અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

વર્ષ 2022માં ગુજરાતમાંથી અફીણ  ઝડપાયું  હતું

વર્ષ 2022માં ગુજરાતમાંથી અફીણ (Gujarat in DRUGS)આધારીત સૌથી વધુ 12838 કિગ્રા, ગાંજા આધારીત 14899 કિગ્રા અને 39.1 કિલોગ્રામ કોકેઈન ઝડપાયું હતું. એક વર્ષમાં અફીણ આધારીત સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું હોય તેમાં રાજસ્થાન 1.46 લાખ કિલોગ્રામ સાથે મોખરે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી ગાંજા આધારીત સૌથી વધુ 10.30 લાખ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું હતું.

આ પણ  વાંચો -Gujarat: અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી, દેવ દિવાળી સુધી વરસાદ ગુજરાતને ધમરોળશે

દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ

ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સમાં (Gujarat in DRUGS)મોટાભાગન કેસમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા છે અને તમેની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત પર અબજ 55 કરોડ 31 લાખ થાય છે. આ ચોંકાવનરો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદમાં ડ્રગ્સ મળી આવવાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અંદાજે 2.36 લાખ પુરુષ દ્વારા અફીણ- 1.49 લાખ મહિલા દ્વારા અફીણનું સેવન કરવામાં આવતું હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત 7.91 લાખ પુરુષ દ્વારા ઓપિઓડ્સ અને 6.59 લાખ પુરુષ દ્વારા અન્ય નશીલા પદાર્થનું સેવન કરવામાં આવે છે. પુરુષો અને મહિલાઓમાં ડ્રગ્સના સેવન કરવાનો આ આંક હજુ પણ ઊંચે જાય તેવી ચિંતાજનક સ્થિતિ છે.

ગુજરાતમાં ક્યારે કેટલું ડ્રગ્સ ઝડપાયું...

વર્ષઅફીણ આ ધારીતગાંજા આધારીતકોકેઈ નઅ ન્ય
2024500 કિલો
202 2128 38.989148 99.2573 9.160.1 1
2 021351 9.5951660 2.47734.1 2915 1.876
2 0204595 .48171 28.3581. 499-
2 019283 0.61412089 .7470. 4360.9 94
20 1840 57.960864 6.1341.45 00.0 00

ડ્રગ્સના સેવન બદલ 3 વર્ષમાં 528ની ધરપકડ કરાઈ

ગુજરાતમાં ડ્રગ્સના સેવન બદલ૩ વર્ષમાં 528ની ધરપકડ થઈ છે. જેમાં વર્ષ 2020માં 117, વર્ષ 2021માં 200 અને વર્ષ 2022માં 211ની ધરપકડ કરાઈ હતી. NDPS એક્ટ હેઠળ વર્ષ 2020માં 1, 2021માં 2 અને 2022માં 3 એમ 18થી ઓછી વયના બાળકોની જ્યારે 2020માં 19, 2021માં 28 અને 2022માં 32 મહિલાની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફરી કરવા બદલ વર્ષ 2020માં 343, વર્ષ 2021માં 497 અને વર્ષ 2022માં 528 એમ કુલ 1350ની ધરપકડ થયેલી છે.

Tags :
Advertisement

.