Dombivli Boiler Blast : ફેક્ટરી બ્લાસ્ટમાં અત્યાર સુધી 9 લોકોના મોત, બોઈલર ફાટવાનો સામે આવ્યો Video
Dombivli Boiler Blast Update : મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં એક કેમિકલ કંપની (Chemical Company) માં બ્લાસ્ટ અને આગ લાગવાના કારણે મૃતકોની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. બોઈલરમાં બ્લાસ્ટ (Boiler Blast) થયા બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસની 3 થી 4 કેમિકલ ફેક્ટરીઓ (Chemical Factories) પણ બળીને રાખ થઈ ગઈ હતી. હવે આ બ્લાસ્ટનો વીડિયો (Blast's Video) પણ સામે આવ્યો છે.
બોઈલર બ્લાસ્ટમાં આવી નવી અપડેટ
થાણેના ડોમ્બિવલીમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) વિસ્તારમાં ફેઝ-2 સ્થિત અમુદાન કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે બપોરે બોઈલર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે તેની અસર કેમિકલ ફેક્ટરીની આસપાસની ઘણી ફેક્ટરીઓ પર થઈ હતી. બોઈલરમાં વિસ્ફોટનો અવાજ લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં સંભળાયો હતો, જ્યારે તેની અસર લગભગ 2 કિલોમીટરની ત્રિજ્યામાં જોવા મળી હતી. જ્યાં અનેક ફેક્ટરીઓ, દુકાનો અને મકાનોના કાચ તૂટી ગયા હતા. આ ઘટનામાં સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બ્લાસ્ટમાં અત્યાર સુધી 9 લોકોના મોત અને 60 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બની હતી. પોલીસે કારખાનાના માલિકો માલતી પ્રદીપ મહેતા અને મલય પ્રદીપ મહેતા વિરુદ્ધ ઇરાદાપૂર્વકની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
ફેક્ટરી પરિસરમાં હજુ વધુ મૃતદેહો
કલ્યાણના મામલતદાર સચિન શેજલે કહ્યું કે, મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે તેમને લાગે છે કે ફેક્ટરી પરિસરમાં હજુ વધુ મૃતદેહો હોઈ શકે છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ અકસ્માતમાં 64 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણી મહિલાઓ પણ છે. તેમની 6 અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોમ્બિવલીની AIIMS હોસ્પિટલમાં 2 ડઝનથી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર દત્તાત્રેય શેલ્કેએ જણાવ્યું કે, કેમિકલ કંપની હજુ પણ થોડી સળગી રહી છે. આ આગ ઓલવવા માટે કૂલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. શુક્રવારે સવારે 3થી વધુ મૃતદેહો મળી આવ્યા છે.
આગ લાગવા પાછળનું કારણ શું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમુદાન કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે બપોરે 1.40 વાગ્યે બોઈલર ફાટવાના કારણે વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, અમુદાન કેમિકલ પ્રાઈવેટ લિમિટેડમાં આ ઘટના ત્યારે બની જ્યારે ફેક્ટરીની અંદર કામ કરતા લોકો બોઈલરમાં કેમિકલ પ્રોસેસિંગનું કામ કરી રહ્યા હતા. તે જ સમયે બોઈલર ફાટ્યું અને આગ લાગી. બોઈલરના ટુકડા લગભગ 1.5 કિલોમીટરની ત્રિજ્યામાં પડ્યા હતા, જેના કારણે ઘણી કંપનીઓને નુકસાન થયું હતું અને રસ્તાની બાજુના મકાનો અને દુકાનોના કાચ અને બારીઓને નુકસાન થયું હતું. અમુદાન કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે લાગેલી આગ નજીકની અન્ય ત્રણ કંપનીઓમાં ફેલાઈ ગઈ હતી અને તેમને પણ મોટું નુકસાન થયું હતું. આટલું જ નહીં, થોડે દૂર આવેલા એક કાર ડીલરના શોરૂમમાં પણ આગ ફેલાઈ હતી, જેમાં 12 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આગની ઘટના બાદ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન, થાણે, ઉલ્હાસનગર, નવી મુંબઈની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો - Chemical Factory Blast : થાણેની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં સાતના મોત, 48 લોકો ઘાયલ
આ પણ વાંચો - Major Accident : માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે જનારા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 7 લોકોના મોત