Blast in Factory : નાગપુરની સોલર બનાવતી કંપનીમાં વિસ્ફોટ, 9 લોકોના મોત
નાગપુરના બજારગાંવમાંથી એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સોલાર ઇન્ડસ્ટ્રીઝ પ્લાન્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે 9 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટ બાદ પ્લાન્ટમાં નાસભાગ મચી ગઈ હતી. દુર્ઘટનાની માહિતી મળી રહી છે.રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.
અકસ્માત પ્લાન્ટમાં થયો...
નાગપુરના બજારગાંવ સ્થિત સોલાર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો. બ્લાસ્ટ વખતે મજૂરો પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કામદારો કોલ બ્લાસ્ટિંગ માટે ગનપાઉડર પેક કરી રહ્યા હતા. આ સમયે આ અકસ્માત થયો હતો. પોલીસની ટીમ અને રેસ્ક્યુ ઓપરેશન ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ફેક્ટરી બ્લાસ્ટમાં ઘાયલ થયેલા કામદારોની હાલત નાજુક છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપની દેશના સંરક્ષણ વિભાગને વિસ્ફોટક અને સંરક્ષણ સંબંધિત અન્ય વસ્તુઓ સપ્લાય કરે છે.
9 dead, 3 injured in blast at Solar explosive company in Maharashtra's Nagpur
Read @ANI Story | https://t.co/RfNYU6d2b4#Maharashtra #Nagpur pic.twitter.com/GFLxfBy2vr
— ANI Digital (@ani_digital) December 17, 2023
કંપનીની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયેલા
સોલાર એક્સપ્લોઝિવ કંપની નાગપુર અમરાવતી રોડ પર આવેલા બજાર ગામમાં આવેલી છે. કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, ઘણા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કંપનીની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બ્લાસ્ટ બાદ મોટી સંખ્યામાં કામદારોના પરિવારના સભ્યો કંપનીના મુખ્ય દરવાજાની સામે એકઠા થયા છે. મળતી માહિતી મુજબ, આ સોલાર કંપની ભારતની ઘણી કંપનીઓને દારૂગોળો સપ્લાય કરે છે. વિસ્ફોટકોમાં મોટા પ્રમાણમાં રસાયણોનો ઉપયોગ થાય છે.
આ પણ વાંચો : Rajasthan માં આરોપીઓના મોબાઈલ ફોનના સળગેલા ટુકડા મળ્યા, પોલીસને સંસદ કેસમાં મોટી લીડ મળી