Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવાળી ગઈ, છતાં અમદાવાદ Police ના હજારો જવાનોનો મહિનાઓનો રજા પગાર ના આવ્યો

Ahmedabad Police ને હક્કના નાણા એકાઉન્ટ શાખાની આળસના કારણે ના મળતા તહેવારોમાં આર્થિક સમીકરણો ખોરવાયા
દિવાળી ગઈ  છતાં અમદાવાદ police ના હજારો જવાનોનો મહિનાઓનો રજા પગાર ના આવ્યો
Advertisement

Police : અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માં મોટાભાગના કર્મચારીઓના ઘર પગાર અને મળતા સરકારી ભથ્થાઓ પર ચાલે છે. દિવાળીના તહેવારોમાં પગારની સાથે સાથે મહિનાઓથી અટવાયેલો રજા પગાર મળી જશે તેવી Police ને આશા હતી. રજા પગાર નહીં મળવાના કારણે અમદાવાદ પોલીસના હજારો કર્મચારીઓના દિવાળીના તહેવારોમાં ખિસ્સા ખાલી રહ્યાં છે. આ મામલે Gujarat First એ જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા રજા પગારની ચૂકવણીની કામગીરી તબક્કાવાર રીતે ચાલુ છે તેવી માહિતી સામે આવી છે.

ત્રણ-ત્રણ મહિનાના રજા પગારની ચૂકવણી બાકી

સામાન્ય રીતે Ahmedabad Police ના 15 હજારથી વધુ જવાનોને મહિનાની 1 થી 3 તારીખની વચ્ચે પગાર ચૂકવી દેવાય છે. જ્યારે આગળના મહિનાનો રજા પગાર મહિનાના મધ્યમાં ચૂકવાય છે. કોઇક કારણોસર રજા પગારની કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે અને તેના કારણે છેલ્લાં ત્રણ મહિનાનો રજા પગાર પોલીસ જવાનોને ચૂકવાયો નથી. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાનો રજા પગાર અટવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ પ્રથમ વખત થયું છે.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha : વિજયનગર પોલો પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બે આશાસ્પદ યુવકોના મોત

Advertisement

છતાં રૂપિયે ઉછીના નાણાથી દિવાળી ઉજવી

સૌથી મહત્વના ગણાતા દિવાળીના તહેવારો (Diwali Festival) માં નાના માણસથી લઈને મોટા વેપારી સુધીના સૌ કોઈ આર્થિક ગણતરીઓના આધારે આયોજન કરતા હોય છે. જેમાં પોલીસ પણ સામેલ છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાનો રજા પગાર દિવાળીના તહેવારો પગાર સાથે ચૂકવી દેવાશે તેવી વાતો પોલીસ બેડા (Police Department) માં ચાલતી હતી. જો કે, ત્રણ મહિનાનો તો ઠીક, પરંતુ એક-બે મહિનાનો રજા પગાર પણ હજી સુધી આવ્યો નથી. અનેક પોલીસ કર્મચારીઓની આર્થિક ગણતરી રજા પગાર નહીં આવવાના કારણે ઉંધી પડતા તેમના તહેવારો બગડ્યા હતા. કેટલાંક કર્મચારીઓએ તો મિત્રો-પરિચિતો પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈને તહેવારો ઉજવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો - VADODARA : પુત્રને હેરાન-પરેશાન કરતા સાવકા પિતાને જવાબદારીનું ભાન કરાવતું અભયમ

રજા પગારમાં વિલંબનું આ છે કારણ ?

અમદાવાદ શહેર પોલીસ દળમાં 9500થી વધુ જવાનો ફરજ બજાવે છે. પોલીસ જવાનોની સંખ્યા વધુ હોવાથી પગાર, રજા પગાર સહિતની કામગીરી માટે 20થી 22 દિવસ જેટલો સમય લાગતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એકાઉન્ટ વિભાગ (Account Department) ના સૂત્રોના જણાવ્યાનુસાર હાલમાં ઓગસ્ટ મહિનાના રજા પગારના બિલ બની ગયા છે અને સપ્ટેમ્બર મહિનાના રજા પગારની ખતવણી (કામગીરી) ચાલી રહી છે.

આ પણ વાંચો - Banaskantha : ખરેખર..! વાકયુદ્ધ કરતાં ભાજપ-કોંગ્રેસનાં નેતા એકબીજાને ભેટી પડ્યા! દ્રશ્યોએ ચર્ચા જગાવી!

Tags :
Advertisement

.

×