Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદેશમાં ફરવા ગયેલી DIVYANKA TRIPATHI નો લાખોનો સમાન લૂંટાયો, હવે ભારત પરત ફરવું પણ મુશ્કેલ!

DIVYANKA TRIPATHI ટેલિવિઝનની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. તે હાલમાં તેના પતિ વિવેક દહિયા સાથે ફરવા માટે વિદેશ ગઈ છે. હવે વિદેશમાં DIVYANKA TRIPATHI સાથે ત્યાં ખૂબ જ મોટી ઘટના બની છે, જે ચોતરફ હાલ ચર્ચાનો વિષય બની છે. વિદેશમાં...
06:36 PM Jul 11, 2024 IST | Harsh Bhatt

DIVYANKA TRIPATHI ટેલિવિઝનની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. તે હાલમાં તેના પતિ વિવેક દહિયા સાથે ફરવા માટે વિદેશ ગઈ છે. હવે વિદેશમાં DIVYANKA TRIPATHI સાથે ત્યાં ખૂબ જ મોટી ઘટના બની છે, જે ચોતરફ હાલ ચર્ચાનો વિષય બની છે. વિદેશમાં પોતાના પતિ સાથે સારો સમય પસાર કરવા ગયેલી અભિનેત્રીનો લાખો રૂપિયાનો સામાન ચોરાઇ ગયો છે. તેને સોશિયલ મીડિયા ઉપર આ બાબત અંગે વિગત આપી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

ITLY માં લૂંટનો શિકાર બની DIVYANKA TRIPATHI

દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા ઉપર પોતાના જીવનને લગતી વાતો શેર કરતી રહેતી હોય છે. હવે તે તેના પતિ વિવેક દહિયા સાથે વેકેશન માણવા માટે ઇટલી ગયેલ છે. ઇટલી દિવ્યાંકા સાથે એક દુર્ઘટના ઘટી છે, જેના વિશેની વિગત તેની સોશિયલ મીડિયા ઉપર આપી છે. સમગ્ર મામલો એમ છે કે, દિવ્યાંકા અને વિવેક રોમેન્ટિક સ્ટાઈલમાં તેમની લગ્નની આઠમી વર્ષગાંઠ ઉજવવા ઈટાલી ગયા હતા. જ્યાં સફર દરમિયાન તેની સાથે કંઈક એવું બન્યું, જેણે તેના માટે મુશ્કેલી ઊભી કરી છે. દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ઈટાલીમાં લૂંટાયા હતા. સફર દરમિયાન, ચોરોએ કારનો કાચ તોડી નાખ્યો હતો અને તેની કારમાંથી કપડાં, પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સહિત લાખોનો સામાન લઈ ગયા હતા, જેની કિંમત આશરે 10 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

DIVYANKA માટે હવે ભારત પરત ફરવું પણ મુશ્કેલ?

હવે આ લૂંટનો શિકાર બન્યા બાદ તેઓ માટે હવે ભારત પરત ફરવું પણ મુશ્કેલ બન્યું છે, જેને લઈને કપલ ચિંતિત છે. આવી સ્થિતિમાં દિવ્યાંકાએ ભારત પરત ફરવા માટે મદદની વિનંતી કરી છે. દિવ્યાંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “વિવેક અને હું સુરક્ષિત છીએ અને સ્વસ્થ છીએ, પરંતુ અમારી રિસોર્ટ પ્રોપર્ટીમાં અમારી કારમાંથી અમારી મોટાભાગની જરૂરી વસ્તુઓ, પાસપોર્ટ, બેંક કાર્ડ અને મોંઘી વસ્તુઓ ગુમ થઈ ગઈ છે. અમે શક્ય તેટલી વહેલી તકે એમ્બેસી પાસેથી મદદની આશા રાખીએ છીએ.” હવે ઘટના સામે આવ્યા બાદ તેના ફેન્સ દિવ્યાંકા ભારત જલ્દીથી પરત ફરે તેવી આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : AKSHAY KUMAR ની ફિલ્મ SARFIRA ની ફક્ત 3 હજાર જ TICKETS વેચાઈ!

Tags :
DIVYANKA TRIPATHIDIVYANKA TRIPATHI VIVEK DAHIYAGujarat FirstITLYRobbedSocial Media
Next Article