Ayodhya : શું રામ મંદિરના લોકાર્પણ પહેલાં જટાયુ અયોધ્યા પહોંચ્યા...?, Viral Video
અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ થશે. જેને લઈને અયોધ્યા (Ayodhya) ધામમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થવા લાગ્યો છે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતા પક્ષીઓ જટાયુ છે અને તેઓ હવે અયોધ્યા (Ayodhya) પહોંચવા લાગ્યા છે. પરંતુ જ્યારે આ વીડિયો (Viral Video)ની તપાસ કરવામાં આવી તો તે ત્રણ વર્ષ જૂનો અને લેબનોનનો હોવાનું બહાર આવ્યું.
શું થઈ રહ્યું છે વાયરલ?
વાસ્તવમાં, શુભમ હિન્દુ (@Shubhamhindu01) નામના યુઝરે 3 જાન્યુઆરી, 2024 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, "જટાયુ અયોધ્યા (Ayodhya)માં આવવાનું શરૂ કરી દીધું છે." તેમજ વિડીયોની અંદર લખાણમાં "જટાયુ અયોધ્યા (Ayodhya)" લખેલ છે અને વિડીયોમાં કેટલાક ભજનનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક વાગી રહ્યું છે.
Video ની હકીકત સામે આવી...
વાયરલ વીડિયો (Viral Video)માં બરફથી ઢંકાયેલા પહાડો દેખાઈ રહ્યા છે. જો કે, અયોધ્યા (Ayodhya)માં ન તો પર્વતો છે કે ન તો ત્યાં બરફ પડે છે. તે સ્પષ્ટ છે કે વીડિયોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અયોધ્યાનો છે અને રામ મંદિરના નિર્માણની સાથે જ ત્યાં ગીધ એકઠા થવા લાગ્યા છે, તે તદ્દન ખોટો અને ભ્રામક છે. હવે અમને જાણવા મળ્યું કે વીડિયોમાં કયું પક્ષી દેખાય છે. આ માટે જ્યારે અમે ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યું તો અમને જાણવા મળ્યું કે આ પક્ષી યુરેશિયન ગ્રિફોન ગીધ છે અને તે ભારતમાં ખૂબ જ દુર્લભ પ્રજાતિ છે. આથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે વીડિયોમાં દેખાતું પક્ષી જટાયુ નથી.
તપાસમાં શું બહાર આવ્યું?
વાયરલ વીડિયો (Viral Video) ન તો તાજેતરનો છે કે ન તો અયોધ્યાનો છે. આ વીડિયો કોઈ અન્ય દેશનો છે. તેમજ વર્ષ 2021 થી ઈન્ટરનેટ પર વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ram Mandir : બે કલાકની પૂજા, PM મોદીનું સંબોધન,જાણો શું થશે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં…