Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Daman માં કોઈ VIP ડૂબ્યું કે શું ? અચાનક કોસ્ટ ગાર્ડની બોટ અને હેલિકોપ્ટર ધસી આવ્યા અને....

દરિયા કિનારે કોસ્ટગાર્ડની મોકડ્રીલ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને જવાનોએ દરિયામાં ડૂબતી વ્યક્તિનું કર્યું દિલધડક રેસક્યું કચ્છની જી.કે જનરલ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન 4 આતંકીઓ ઠાર, 5 બંધકોને મુક્ત કરાયાની મોકડ્રીલ સંઘપ્રદેશ દમણમાં (Daman) કોસ્ટગાર્ડ દ્વારા અને કચ્છમાં ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા...
daman માં કોઈ vip ડૂબ્યું કે શું   અચાનક કોસ્ટ ગાર્ડની બોટ અને હેલિકોપ્ટર ધસી આવ્યા અને
  1. દરિયા કિનારે કોસ્ટગાર્ડની મોકડ્રીલ
  2. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને જવાનોએ દરિયામાં ડૂબતી વ્યક્તિનું કર્યું દિલધડક રેસક્યું
  3. કચ્છની જી.કે જનરલ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન
  4. 4 આતંકીઓ ઠાર, 5 બંધકોને મુક્ત કરાયાની મોકડ્રીલ

સંઘપ્રદેશ દમણમાં (Daman) કોસ્ટગાર્ડ દ્વારા અને કચ્છમાં ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણમાં દરિયા કિનારે કોસ્ટગાર્ડ દ્વારા મોકડ્રીલ (Mock Drill) યોજાઈ હતી, જે અંતર્ગત કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટર અને જવાનોએ દરિયામાં ડૂબતી વ્યક્તિનું દિલધડક રેસક્યું કર્યું હતું. જ્યારે કચ્છના ભુજમાં આંતકવાદી હુમલા સમયે સુરક્ષા એજન્સીઓ, હોસ્પિટલ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારું સંકલનથી સુરક્ષા-બચાવની કામગીરી થઈ શકે તે માટે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે ઓનલાઇન ટાસ્ક પૂરો કરવાનાં બહાને રૂ. 9.61 લાખનું સાઇબર ફ્રોડ

Advertisement

દરિયા કિનારે કોસ્ટગાર્ડની મોકડ્રીલ

સંઘ પ્રદેશ દમણમાં (Daman) દરિયા કિનારે કોસ્ટ ગાર્ડ (Coast Guard) દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આ મોકડ્રીલ હેઠળ કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટર અને જવાનો દ્વારા દરિયામાં ડૂબતી વ્યક્તિને બચાવવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જણાવી દઈએ કે, પુર વખતે રાહત બચાવની કામગીરી માટે આ મોકડ્રિલનું (Mock Drill) આયોજન કરાયું હતું. ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં પુર વખતે રાહત બચાવ માટે કોસ્ટ ગાર્ડ સજ્જ છે.

આ પણ વાંચો - Surat : લાંચિયા અધિકારી નરેશ જાનીના કેસમાં ACB ના આરોપીનાં ઘરે ધામા, 6 કલાક સુધી સર્ચ ઓપરેશન

Advertisement

કચ્છની જી.કે જનરલ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન

બીજી તરફ આજે કચ્છનાં (Kutch) ભુજમાં પણ એક મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ભુજની (Bhuj) જી.કે જનરલ હોસ્પિટલમાં ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા આ મોકડ્રીલ (Mock Drill) યોજાઈ હતી, જે હેઠળ હોસ્પિટલમાં (GK General Hospital) આતંકી હુમલાની જાણ થતાં ચેતક કમાન્ડો ફોર્સ, પોલીસ કાફલો, મરિન ટાસ્ક ફોર્સ ( Marine Task Force) સહિતની એજન્સીઓએ ઘટના સ્થળે પહોંચી હતી અને આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આતંકીઓ સાથેની અથડામમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

સાથે જ 5 બંધકોને સહી-સલામત મુકત કરાવાયા હતા. આ કાર્યવાહી દરમિયાન, 15 નાગરિકો, 2 SOG જવાન, સિક્યુરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત થયાં હતા. સર્ચ ઓપરેશનમાં લાઇવ રાઉન્ડ, ગ્રેનેડ શોધી નિષ્ક્રિય કરાયા હતા. જણાવી દઈએ કે, આંતકવાદી હુમલા સમયે સુરક્ષા એજન્સીઓ, હોસ્પિટલ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા - બચાવની કામગીરી માટે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રિલનું‌ આયોજન કરાયું હતું.

આ પણ વાંચો - રાજ્યસભાનાં સાંસદ Parimal Nathwani એ PM નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

Tags :
Advertisement

.