Delhi: મુસ્તફાબાદમાં ઈમારત ધરાશાયી થયાનો વીડિયો વાયરલ, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
- દિલ્હીના મુસ્તફાબાદમાં ચાર માળની ઈમારત ધરાશાયી
- ઈમારત ધરાશાયી થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
- આ દુર્ઘટનામાં અત્યાર સુધી 11 લોકોના મોત નિપજ્યા છે
- કમિશનરને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ
દિલ્હીના મુસ્તફાબાદ (Delhi Mustafabad) વિસ્તારના શક્તિ વિહારમાં શનિવાર (૧૯ એપ્રિલ) વહેલી સવારે એક ચાર માળની ઇમારત ધરાશાયી (Building Collapse) થઈ ગઈ. ઇમારત ધરાશાયી થવા અંગે જે વીડિયો સામે આવ્યો છે તે ભયાનક છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે, જ્યારે ૨૨ લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ છે. એમસીડીના મેયર મહેશ ખીચીએ કોર્પોરેશન કમિશનરને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશાયી (Mustafabad Building Collapse) થવાની ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે દિલ્હી સરકાર પાસેથી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર ઇમારતોનો મુદ્દો વિધાનસભામાં ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, જે દિવસથી હું ચૂંટણી જીત્યો ત્યારથી, મારો એકમાત્ર મુદ્દો ગેરકાયદેસર ઇમારતો સામે કાર્યવાહી કરવાનો રહ્યો છે. જો 25 કે 50 ગજની ઇમારતમાં સેંકડો લોકો રહેતા હોય, તો અકસ્માત થવાનો હતો. મેં આ અંગે દિલ્હીના LG, કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મુખ્યમંત્રીએ જાહેરાત કરી, અકસ્માતની તપાસ કરવામાં આવશે
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Delhi Chief Minister Rekha Gupta)એ મુસ્તફાબાદ (Mustafabad Building Collapse)માં ચાર માળની ઇમારત ધરાશાયી થવાના કારણે ૧૧ લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થવાની દુ:ખદ ઘટનાથી મન દુઃખી છે. તેમણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જેથી ગુનેગારો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય.
સીએમ રેખા ગુપ્તા (Delhi Chief Minister Rekha Gupta) એ વધુમાં જણાવ્યું હતું કે, "ડીડીએમએ, એનડીઆરએફ, ડીએફએસ અને અન્ય એજન્સીઓ સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. તમામ ઘાયલોની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi Chief Minister)એ આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે આમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મને ઊંડી સંવેદના છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. તેમજ શોકગ્રસ્ત પરિવારોને આ ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ સહન કરવાની શક્તિ આપો.
બચાવ ટીમે 14 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા
ઉત્તર પૂર્વ જિલ્લાના અધિક નાયબ પોલીસ કમિશનર સંદીપ લાંબાએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. તે ચાર માળની ઇમારત હતી, બચાવ કામગીરી ચાલુ છે. હજુ પણ 8 થી 10 લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. NDRF, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. એસીપીના જણાવ્યા અનુસાર, ચાર માળની ઇમારતમાં 20 થી 25 લોકો રહેતા હતા.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા! જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તિવ્રતા
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં બચાવ ટીમે 2 બાળકોને બચાવ્યા છે. બંનેને જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાટમાળમાંથી એક મહિલા અને એક પુરુષના મૃતદેહ પણ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી કુલ 6 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Mumbai: પાર્શ્વનાથ દિગંબર મંદિર તોડવાને લઈને જૈન સમુદાય નારાજ, આજે રેલી કાઢશે