ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi liquor scam : કેજરીવાલને 24 કલાકમાં કોર્ટમાંથી બીજો ઝટકો, હવે આ કામ નહીં કરી શકાય...

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 24 કલાકની અંદર કોર્ટ તરફથી બીજો ઝટકો લાગ્યો છે. એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટે તેની ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને તેની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી હતી અને આજે દિલ્હી (Delhi)ની રાઉઝ એવન્યુ કોર્ટે...
11:22 AM Apr 10, 2024 IST | Dhruv Parmar

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 24 કલાકની અંદર કોર્ટ તરફથી બીજો ઝટકો લાગ્યો છે. એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટે તેની ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને તેની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી હતી અને આજે દિલ્હી (Delhi)ની રાઉઝ એવન્યુ કોર્ટે પણ તેની બીજી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં સીએમ કેજરીવાલે અઠવાડિયામાં 5 વખત વકીલોને મળવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં માત્ર બે વાર પોતાના વકીલોને મળી શકે છે.

કેજરીવાલ સુપ્રિમ કોર્ટ પહોંચ્યા...

ED ની ધરપકડને પડકારતી અરજી દિલ્હી (Delhi) હાઈકોર્ટે ફગાવી દીધા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. કેજરીવાલના વકીલો આજે મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરશે. મંગળવારે અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો આપતાં દિલ્હી (Delhi) હાઈકોર્ટે તેમને રાહત આપી ન હતી. દિલ્હી (Delhi) હાઈકોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડી દ્વારા તેમની ધરપકડ યોગ્ય છે.

કેજરીવાલને હાઈકોર્ટે આપ્યો ફટકો…

તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે ધરપકડ અને ED રિમાન્ડનો વિરોધ કરીને દિલ્હી (Delhi) હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે કેજરીવાલને ઝાટકો આપતા કહ્યું કે તપાસ એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા દર્શાવે છે કે કેજરીવાલે અન્ય આરોપીઓ સાથે મળીને સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની ધરપકડ માટેની અરજી પર ચુકાદો આપતાં કહ્યું હતું કે કેજરીવાલ માત્ર આ સમગ્ર કાવતરામાં સામેલ નથી, પરંતુ લાંચ લેવા અને આ ગુના સાથે સંબંધિત અન્ય બાબતોમાં પણ સામેલ હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે કેજરીવાલ પોતે દારૂની નીતિ બનાવવાની સાથે લાંચના પૈસા એકઠા કરવામાં પણ સામેલ હતા. આ કેસમાં જે નિવેદનો નોંધવામાં આવ્યા છે તે કોર્ટ સમક્ષ નોંધવામાં આવ્યા હતા. આ દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોર્ટ કાયદાથી ચાલે છે રાજકીય દબાણથી નહીં.

કેજરીવાલની અરજી પર કોર્ટે શું કહ્યું?

આ પણ વાંચો : Delhi liquor scam : Arvind Kejriwal એ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો…

આ પણ વાંચો : Bansuri Swaraj Injured : બાંસુરી સ્વરાજ ચૂંટણી પ્રચાર દરમિયાન થઇ ઘાયલ, આંખ પટ્ટી બાંધીને કર્યો પ્રચાર…

આ પણ વાંચો : UP કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું, જાણો શું કહ્યું…

Tags :
Another blowapplication rejectedArvind Kejriwaldelhi liquor policy casedelhi liquor scamDelhi NewsDelhi-High-CourtGujarati NewsIndiaKejriwal meet lawyersNationalSupreme Court
Next Article