Delhi : દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ કેસમાં CBI ને નોટિસ ફટકારી, 17 જુલાઈએ થશે સુનાવણી...
દિલ્હી (Delhi) દારૂ કૌભાડ સંબંધિત CBI કેસમાં દિલ્હી (Delhi)ના CM અરવિંદ કેજરીવાની જામીન અરજી પર દિલ્હી (Delhi) હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, આ એવો કોઈ કેસ નથી કે જેમાં ટ્રિપલ ટેસ્ટનો દૂરથી પણ કોઈ આરોપ હોય. આ કેસમાં ચાર લોકોને જામીન મળ્યા છે. સામાન્ય જામીનના કેસમાં તેઓને કયા આધારે જેલમાં રાખવામાં આવે છે? આ કેસમાં કેજરીવાલની 2 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. સિંધવીએ કોર્ટને જણાવ્યું કે વર્ષ 2023 માં અરવિંદ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
HC issues notice to CBI on bail plea moved by Delhi CM Kejriwal; lists next hearing for July 17
Read @ANI Story | https://t.co/akD6BV3pQw#kejriwal #ExcisePolicy #Cbi pic.twitter.com/c6vtPVzGr3
— ANI Digital (@ani_digital) July 5, 2024
કેજરીવાલના વકીલે કોર્ટમાં શું કહ્યું?
તેમણે કોર્ટમાં કહ્યું કે, જ્યારે કેજરીવાલને PMLA કેસમાં જામીન મળે છે ત્યારે CBI તેમની ધરપકડ કરે છે. તે ઘોષિત ગુનેગાર કે આતંકવાદી નથી. CBI દ્વારા અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. CBI એ કહ્યું કે, જામીન માટે પ્રથમ કોર્ટ ટ્રાયલ કોર્ટ હોવી જોઈએ. તેણે આ ધરપકડને પડકારી હતી, જે અરજી પહેલાથી જ હાઈકોર્ટમાં પેન્ડિગ છે. આ પછી હાઈકોર્ટે કહ્યું કે તમને વિશેષ ન્યાયાધીશ દ્વારા પ્રથમ સુનાવણીનો લાભ મળશે. કોર્ટની યોગ્યતા પર કોઈ પ્રશ્ન નથી.
હાઈકોર્ટે CBI ને નોટિસ ફટકારી...
આ દરમિયાન કોર્ટે અભિષેક મનુ સિંધવીને પૂછ્યું કે, તમે જામીન માટે સીધા હાઈકોર્ટમાં આવ્યા છો. તમે ટ્રાયલ કોર્ટમાં કેમ ન ગયા? જેના જવાબમાં સિંધવીએ કહ્યું કે આ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે તાના આગાઉના નિર્ણયોમાં આ વાત કહી છે. કેજરીવાલના વકીલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ઘણા નિર્ણયો છે. આ કેસમાં ગેરકાયદેસર ધરપકડને પડકારતી અરજી પેન્ડિંગ છે. આ મામલે આવતીકાલે અથવા તેના પછીના દિવસે સુનાવાનો થઇ શકે છે, આ જામીન અરજી છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી (Delhi) હાઈકોર્ટે CBI ને નોટિસ પાઠવી છે. હવે મામલામાં આગામી સુનાવાનો 17 જુલાઈએ થશે.
આ પણ વાંચો : Hathras પીડિતોને મળ્યા બાદ Rahul Gandhi એ કહ્યું, ‘રાજકારણ નહીં કરું, પરંતુ પરિવારો મુશ્કેલીમાં છે…’
આ પણ વાંચો : Jammu and Kashmir : અમેરિકન મરીન જેવી ફોર્સ જમ્મુ-કાશ્મીર પર નજર રાખશે, હવે આતંકીઓની ખેર નહીં…
આ પણ વાંચો : Assam Flood : આસામમાં પૂરના કારણે સ્થિતિ વણસી, 21 લાખથી વધુ લોકો પ્રભાવિત…