Delhi : શાળાઓ બાદ મ્યુઝિયમ પણ આતંકીઓના નિશાને, 15 મ્યુઝિયમમાં બોમ્બ!
દિલ્હી (Delhi)માં ફરી એકવાર ઈમેઈલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે શાળાઓ અને હોસ્પિટલોને બદલે મ્યુઝિયમોને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદીઓએ ઈમેઈલ દ્વારા એક સાથે 10-15 મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મેલ મંગળવારે રેલવે મ્યુઝિયમ સહિત અનેક મ્યુઝિયમમાં એકસાથે પહોંચ્યા હતા. દિલ્હી (Delhi) પોલીસને આ મેલ વિશે માહિતી મળતા જ મ્યુઝિયમની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે તેને ફેક ઈમેઈલ જાહેર કર્યા હતા. હાલ પોલીસે કેસ નોંધી લીધો છે અને આ મેઈલ કોણે મોકલ્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં દિલ્હી (Delhi)ની શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને એરપોર્ટ પર પણ આવા જ મેઈલ મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મેઈલ કોણે મોકલ્યા હતા.
આ પણ વાંચો : ભારતમાં ચાર વર્ષના બાળકમાં મળ્યો Bird Flu નો કેસ, WHO એ કરી પુષ્ટિ…
આ પણ વાંચો : UP Road Accident : ઝૂંપડાની બહાર સૂતો હતો પરિવાર, કાળ બનીને આવ્યો ટ્રક, 8 લોકોના મોત…
આ પણ વાંચો : Lok Sabha Speaker : સાઉથની સુષ્મા સ્વરાજ ગણાતા આ મહિલા…..